આજે શુભમનનું શાનદાર પરફોર્મન્સ, ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સને હરાવી પોઇન્ટ ટેબલમાં મહત્વના સ્થાને પહોચ્યું

  • April 14, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત મેચની છેલ્લી ઘડીની હાર બાદ ગુજરાત ટાઇટન્સ આજે ફૂલ ફોર્મમાં દેખાયું છે. હાર્દિકના ધુરંધરોએ પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આ ત્રીજી જીત છે અને આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ ફોર માં સામેલ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે આઠ વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે એક બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


પંજાબ તરફથી મેથ્યુ શોર્ટે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. તેના સિવાય મિડલ ઓર્ડરના ચાર બેટ્સમેનોએ 20 થી 25ની વચ્ચે રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહિત શર્માએ બે વિકેટ ઝડપી હતી. અન્ય તમામ બોલરોને એક-એક વિકેટ મળી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રિદ્ધિમાન સાહાએ 30 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ, રબાડા, સેમ કરન અને હરપ્રીત બ્રારે એક-એક વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application