શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ લીધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ  

  • September 14, 2021 06:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મલિંગા પહેલાથી જ ટેસ્ટ અને વનડેમાંથી સંન્યાસ લઇ ચૂક્યો છે. મલિંગા IPLમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો અને સૌથી સફળ બોલર સાબિત થયો. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે છે. બોલિંગમાં યોર્કર્સ અને ધીમી ડિલીવરીમાં પારંગત મલિંગા ક્યારેક પોતાની બેટિંગથી પણ વિપક્ષી ટીમને આશ્ચર્યચકિત કરતો હતો.

 

નિવૃત્તિની જાહેરાત કરતા મલિંગાએ કહ્યું, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જબરદસ્ત 17 વર્ષો રમ્યો છુ, અને હું માનું છું કે હું જે રમતને ચાહું છું તે માટે હું શ્રેષ્ઠ કરી શકું. મારા અનુભવથ આગામી પેઢીને હું મદદ રૂપ થઈ. હું આ રમતમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ યુવા પેઢીને ટેકો અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખીશ અને રમતને પ્રેમ કરનારા બધાની સાથે હું હંમેશા રહીશ.'

 

IPLમાં તે કુલ 122 મેચ રમ્યો અને તેમાં 170 વિકેટ લીધી છે. જે આ લીગમાં એક બોલર દ્વારા સૌથી વધુ વિકેટ છે. આમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 13 રનમાં પાંચ વિકેટ લેવાનું રહ્યું છે. ગયા વર્ષે, તેમણે શ્રીલંકા માટે ટી -20 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે ઓક્ટોબર-નવેમ્બર 2020માં યોજાવાની હતી, પરંતુ બાદમાં કોરોના વાયરસના કારણે ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી.

 

શ્રીલંકાએ આ વર્ષે યુએઈ અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી 15 સભ્યોની ટીમમાં મલિંગાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. મલિંગાએ પોતાની બોલિંગ અને કેપ્ટન્સીના આધારે 2014માં શ્રીલંકાને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS