2 વર્ષથી ફિલ્મોથી દૂર શ્રેયસ તલપડેનું મોટું નિવેદન, મિત્રોએ જ પીઠ પાછળ દગો કર્યો

  • May 17, 2021 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેએ 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઇકબાલ'થી ફિલ્મી પડદે પોતાની છાપ છોડી હતી. ત્યારબાદ તેણે અપના સપના મની મની, ઓમ શાંતિ ઓમ, ગોલમાલ 3 અને હાઉસફુલ 2 સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જો કે છેલ્લા 2 વર્ષથી શ્રેયસ બોલિવૂડની ફિલ્મોથી દૂર છે. આ બાબતે તેણે મોટો ખુલાસો કર્યો છે. 

 

 

બોલિવૂડમાં 2 વર્ષથી ફિલ્મોમાં કામ ન કરવાના જવાબમાં શ્રેયસે કહ્યું હતું કે ઘણા સ્ટાર્સ એવા છે જેમને તેની સાથે કામ કરવામાં અસલામતીનો અનુભવ થાય છે, જ્યારે કેટલાક એવા છે જે તેને ફિલ્મોમાં લેવા માંગતા નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે અગાઉ તેના મિત્રોના હિતને ધ્યાનમાં રાખીને કેટલીક ફિલ્મો કરી હતી. પરંતુ તે જ મિત્રોએ તેને દગો દીધો. શ્રેયસે એમ પણ કહ્યું કે બોલિવૂડમાં અહંકાર વધારે છે. તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેના કેટલાક મિત્રો એવા છે જે આજે આગળ વધ્યા છે અને ફિલ્મો બનાવવા લાગ્યા છે. 

 

 

અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે તે અત્યારે સારી ભૂમિકાઓ શોધી રહ્યો છે, જ્યારે કોઈ અભિનેતા ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારબાદ તે વધુ મજબૂત બની જાય છે.  શ્રેયસ તલપડેએ પોતાની કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મો અને ટેલિવિઝન શોથી કરી હતી.   

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS