વનવાસ દરમિયાન શ્રી રામ રહ્યા હતા 200 થી વધુ સ્થળોએ, 17 સ્થળોએ બનશે કોરિડોર

  • October 28, 2020 02:04 AM 637 views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે અયોધ્યાની મુલાકાત લેશે. જ્યાં તેઓ અધિકારીઓ અને સંતો સાથે મુલાકાત કરશે અને સમગ્ર પ્રસંગની તૈયારીઓની સમીક્ષા કરશે.

 

આ દરમિયાન ઇતિહાસકારોએ 200 થી વધુ સ્થળો શોધ્યા છે જ્યાં શ્રી રામ, સીતા અને લક્ષ્મણ તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન રહ્યા હતા. કેન્દ્ર સરકારે આવા 17 સ્મારકોની ઓળખ કરી છે કે જેને કોરિડોર તરીકે વિકસિત કરી શકાય છે. 

 

તમસા નદી- અયોધ્યાથી 20 કિમી દૂર સ્થિત આ સ્થળ આવેલું છે. અહીં શ્રી રામ બોટ દ્વારા નદી પાર કરી હતી. શ્રિંગવેરપુર તીર્થ - આ સ્થાન પ્રયાગરાજથી 20-22 કિમી દૂર છે. રામાયણમાં તેનો ઉલ્લેખ નિષાદરાજના રાજ્યની રાજધાની તરીકે કરવામાં આવ્યો છે.

 

કુરઈ- શ્રી રામ સિંગરોર ખાતે ગંગા પાર કર્યા પછી કુરાઇ ખાતે રોકાયા હતા. પ્રયાગ - શ્રી રામ કુરાઇથી પ્રયાગ પહોંચ્યા.

 

ચિત્રકૂટ - મંદાકિની નદીના કાંઠે આવેલું ચિત્રકૂટ એ ભારતનું સૌથી પ્રાચીન તીર્થસ્થાન માનવામાં છે. શ્રીરામ પ્રયાગ પછી ચિત્રકૂટ પહોંચ્યા હતા. અહીંથી જ ભરત શ્રીરામને ફરી અયોધ્યા લાવવા પહોંચ્યા હતા. તેને શ્રી રામની તપોભૂમિ પણ કહેવાય છે. 

 

સતના - અહીં અત્રી ઋષિનો આશ્રમ હતો. શ્રીરામે થોડો સમય પસાર કર્યો. 

 

દંડકારણ્ય - ચિત્રકૂટ બાદ શ્રીરામ દંડકારણ્ય પહોંચ્યા હતા. દંડકારણ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોથી બનેલો છે. શ્રીરામ અહીં 10 વર્ષ વિતાવ્યા હતા.

 

પંચવટી નાસિક - દંડકારણ્યમાં રહ્યા પછી શ્રીરામ અગસ્ત્ય મુનિના આશ્રમમાં ગયા. આ આશ્રમ નાસિક નજીક પંચવટી વિસ્તારમાં આવેલું છે, જે ગોદાવરી નદીના કાંઠે આવેલું છે. અહીં શ્રીરામએ શૂર્પણખાનું નાક કાપી નાખ્યું હતું. 

 

સર્વતિર્થ - નાશિક ક્ષેત્રમાં જ રાવણે સીતાનું હરણ કર્યું હતું. રસ્તામાં રાવણે જટાયુ સાથે લડત કરી અને જટાયુની હત્યા કરી.

 

પર્ણશાલા- પર્ણશાલા આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લાના ભદ્રચલામમાં આવ્યું છે. રામલયથી લગભગ એક કલાકની અંતરે તેને પનસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

તુંગાભદ્ર - શ્રી રામ તુંગાભદ્ર અને કાવેરી નદીના વિસ્તારોમાં સીતાજીની શોધ કરવા ગયા હતા.

 

શબરી આશ્રમ- માર્ગમાં શ્રીરામ પમ્પા નદી નજીક આવેલા શબરી આશ્રમમાં ગયા હતા. જે કર્ણાટકમાં સ્થિત છે.

 

ઋષ્યમુક પર્વત - શ્રીરામ મલય પર્વત અને ચંદનના જંગલોને વટાવીને ઋષ્યમુક પર્વત તરફ આગળ વધ્યા હતા. સીતાની શોધમાં શ્રી રામ હનુમાન અને સુગ્રીવને મળ્યા. તેણે  અહીંબાલીની હત્યા પણ કરી હતી.

 

કોડિકરઈ  - અહીંયા જ રામની વાનર સેનાએ  રામેશ્વર તરફ પ્રયાણ કર્યું હતું.

 

રામેશ્વરમ - રામે લંકા પર હુમલો કરતા પહેલા અહીં ભગવાન શિવની પૂજા કરી હતી. રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના પણ શ્રીરામ દ્વારા કરવામાં આવી હતી. તે રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે.

 

ધનુષકોડીથી રામ સેતુ- શ્રીરામ રામેશ્વરની સામે ધનુષકોડી પહોંચ્યા. અહીં તેમણે રામસેતુ બંધાવી. અંગ્રેજીમાં રામસેતુને એડમ્સ બ્રિજ કહેવામાં આવે છે. 

 

નુવારા એલિયા પર્વત- શ્રી રામ રામસેતુ દ્વારા શ્રીલંકા પહોંચ્યા હતા. શ્રીલંકામાં આ પર્વત પર રાવણ ફોલ, રાવણ ગુફાઓ, અશોક વાટિકા, વિભીષણ મહલ વગેરે સ્થિત છે. શાસ્ત્રો અનુસાર નુવારા એલિયા ટેકરીઓથી લગભગ 90 કિમીના અંતરે બાંદ્રાવેલા તરફ રાવણનો મહેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application