ડીનર ડેટ પર આ વ્યક્તિ સાથે સ્પોટ થઇ શ્રધ્ધા કપૂર

  • March 10, 2021 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન બંને માને છે કે ના માને પરંતુ ડીનર ડેટ પર સાથે સ્પોટ થતા બન્ને  રિલેશનશિપમાં હોવાની હેડલાઇન્સને પ્રમોટ કરી રહ્યા છે. તાજેતરમાં, બંને ફરી એક સાથે ડિનર પર દેખાયા હતા. શ્રધ્ધા અને રોહનના ઘણા ફોટો અને વિડીયો સામે આવતા રહે છે. 

બંનેને બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં જોવામાં આવ્યા હતા. બંનેએ સેમ કલરના આઉટફિટ્સ પહેર્યા હતા. જ્યારે રોહન બ્લેક કલરના ટી-શર્ટમાં જોવા મળ્યો હતો, ત્યારે શ્રદ્ધા કપૂર પણ બ્રાઉન અને બ્લેક કોટ સૂટમાં જોવા મળી હતી. ચાહકોને પણ તેમની જોડી ખૂબ પસંદ આવી રહી છે. તેઓ કહે છે કે તે એક અદભૂત જોડી છે. તેમને તે બંને ગમે છે. 

રોહન શ્રદ્ધાના કઝીન પ્રિયાંક શર્માના લગ્નમાં પણ જોડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી આ બંનેના લગ્નને લઈને અનેક અટકળો ચાલી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. જો કે આ બંને ઘણા ખાસ પ્રસંગોમાં સાથે જોવા મળ્યા છે.

શ્રદ્ધા કપૂર એક તરફ જાણીતી અભિનેત્રી છે, જ્યારે રોહન એક પ્રખ્યાત ફોટોગ્રાફર છે, તેણે ઘણી સેલિબ્રિટીઝના ફોટોશૂટ કર્યા છે. તેણે શ્રદ્ધા કપૂરના પણ ફોટોશૂટ પણ કર્યા છે. રોહનનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સેલિબ્રિટી ફોટોશૂટથી ભરેલું દેખાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS