બતાવ્યા ૮, સાચા રર? મેમણવાડામાં અનેક નવા વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા

  • July 31, 2020 02:35 PM 663 views

પોરબંદરમાં ગુરૂવારે ૮ પોઝીટીવ કેસ જાહેર થયા છે અને જુદા–જુદા વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયુ છે.તંત્રએ શહેરમાં ટેસ્ટ કરવાની સ્પીડ વધારી છે અને રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


જાહેર થયેલા ૮ કેસોમાં પોરબંદર નજીકના રાણાવાવમાં બે કેસ ઉપરાંત  શહેરના પેરેડાઇઝ સિનેમા વિસ્તાર, વાણીયાવાડ, ચુનાભઠ્ઠી, વાડીપ્લોટ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. પોઝીટીવ કેસ આવેલા વિસ્તારમાં તત્રં દ્રારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • તત્રં દ્રારા રેપીડ ટેસ્ટની કામગીરી

ગઇકાલે મેમણવાડ વિસ્તારમાં રેપીડ ટેસ્ટની કામગીરી તત્રં દ્રારા કરાઇ હતી અને તેમાં ૭૦ જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૧૪ જેટલા પોઝીટીવ કેસ આવ્યા હોવાની ભારે ચર્ચા ચાલી રહી છે પરંતુ વહીવટીતત્રં દ્રારા આ પ્રકારના કોઇ આંકડા હજુ સુધી જાહેર કરાયા નથી. રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા કન્ફર્મ પોઝીટીવ રીપોર્ટ આવે એ પહેલા જ કન્ટેઇમેન્ટ કરી દેવામાં આવે છે જેથી કોરોનાને ફેલાતો રોકી શકાય.

 

  • પોરબંદરનો સુતારવાડો તા. ૧૫ ઓગષ્ટ્ર સુધી ૩ વાગ્યા પછી બધં રહેશે

પોરબંદરનો સુતારવાડો ૧૫ ઓગષ્ટ્ર સુધી  ૩ વાગ્યા પછી સંપુર્ણપણે બંધરહેશે:પોરબંદર ગ્રીન મર્ચન્ટ એશોસીએશનઅને સુતારાવાડાના તમામ વેપારીઓની ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંયુકત મીટીંગમાં નિર્ણય કરાયો છે.

  • પ્લાયવુડ અને હાર્ડવેરની દુકાનો અડધો દિવસ જ ખુલશે

પોરબંદરમાં વધુ એક એશો. વહેલી દુકાન બધં કરવાના સમર્થનમાં જોડાયું છે અને પ્લાયવુડ અને હાર્ડવેરની દુકાન તા. ૧૬૮ સુધી બપોરે ૩ વાગ્યા પછી બધં રહેશે તેવો નિર્ણય ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી લેવામાં આવ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application