તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્રારા શહેરમાં ૨૬ દુકાનધારકો વિદ્ધ કાર્યવાહી

  • August 01, 2020 04:00 PM 298 views

 

સરકારના રાષ્ટ્ર્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.


તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ એકટ (–૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્રારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી..આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.તાવીયાડના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્રારા તા.૩૦–૦૭–૨૦૨૦ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના–મોટા વેપારીઓ, પાન–ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૨૬ જેટલા દુકાન ધારકો પાસેથી .૧૨,૦૪૦–નો દડં વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્રારા તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યકિત તમાકુનું વેચાણ ખરીદી એ દંડનીય ગુનો છે અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે. એવું લખાણ સાથે નિર્દિષ્ટ્ર આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબધં બીડી, સિગારેટમા ૮૫% ભાગમાં તમાકુ જીવલેણ છે તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે. તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી. આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસર ડો.પી.એ.પઠાણ, પોલીસ વિભાગમાંથી પોલીસ ઇન્સપેકટર  આર.પી.ગૈાતમ,  ઓફીસર  એન.એમ.દેસાઇ,   એન.પી.પંડયા,  આર.એમ.સરવૈયા,  નિરંજનભાઇ હરીશીભાઇ બારોટ,  – કાઉન્સેલર શ્રીમતી ડી.આર.ત્રિવેદી સહભાગીદારીથી આ કામગીરીની જહેમત ઉઠાવેલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application