ઠારનું પ્રમાણ ફરી વધ્યુ: નલિયા 4.8 ડિગ્રી

  • January 11, 2021 10:16 AM 1473 views

રાજકોટ, કેશોદ, ભાવનગર, પોરબંદર, વેરાવળ, ગાંધીનગર, વિદ્યાનગરમાં ધુમ્મસ

કચ્છ સિવાય રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો પ્રમાણમાં ઊચકાયો છે પરંતુ ઠંડીમાં જે રાહત મળવી જોઈએ તે મળી નથી કારણકે બે દિવસના વિરામ પછી આજે ફરી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે એકાએક જોરદાર વધી ગયું છે વડોદરા સુરત રાજકોટ કેશોદ ભાવનગર પોરબંદર વેરાવળ ગાંધીનગર વલ્લભવિદ્યાનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું.


નલિયામાં આજે લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે ગઈકાલે નલિયામાં 7.8 અને આજે 4.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13.5 કેશોદમાં 13.2 ભાવનગરમાં 17.8 પોરબંદરમાં 13.6 વેરાવળમાં 19.3 દ્વારકામાં 15 ઓખામાં 17.6 ભુજમાં 11 સુરેન્દ્રનગરમાં 14 કંડલામાં 11.6 અમરેલીમાં 15 ગાંધીનગરમાં 16 મહુવામાં 19.1 વલસાડમાં 15.5 અને વલ્લભવિદ્યાનગરમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.


વાતાવરણમાં ભેજના પ્રમાણ ની વાત કરીએ તો આજે રાજકોટમાં 82 કેશોદમાં 90 ભાવનગરમાં 84 પોરબંદરમાં 82 વેરાવળમાં 82 ગાંધીનગરમાં 94 વલ્લભવિદ્યાનગરમાં 96 ડીસામાં 87 વડોદરામાં 90 સુરતમાં 82 ટકા ભેજ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application