'સાથ નિભાના સાથિયા 2'નું અચાનક બંધ થયું શૂટિંગ 

  • April 07, 2021 08:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની અસર હવે મનોરંજન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. મુંબઈમાં લોકડાઉન સાથે 'સાથ નિભાના સાથિયા 2' નું શૂટિંગ અચાનક બંધ થઈ ગયું છે. જે બાદ શોના કલાકારો પરેશાન છે.

મળતી માહિતી અનુસાર શોમાં અફરાતફરીનું વાતાવરણ છે. તેઓને આવતીકાલે શૂટિંગ માટે આવવાનું છે કે નહીં તે પણ તેઓ જાણતા નથી. આ સિરિયલમાં કનક દેસાઈની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી આકાંક્ષા જુનેજાએ કહ્યું કે, 'શહેરમાં અચાનક જે બન્યું તેનાથી હું ખૂબ જ આઘાતમાં અને દુ:ખી છું. અમે અતિરિક્ત શૂટિંગ કરી રહ્યાં હતાં કારણ કે સપ્તાહના અંતે લોકડાઉન હતું. અમે શુક્રવાર સુધીમાં વધારાના એપિસોડ બનાવવાનું વિચારી રહ્યા હતા. અમે બધા તૈયાર હતા. સાંજે અમે કામ પૂરું કરીને નીકળ્યા ત્યારે અમારા ઘરે ફોન આવ્યો. અને અમને ખબ પડી કે શહેર બંધ છે. અમે હવે શું થવાનું છે તેની ચર્ચા કરી. અમને ખબર નહોતી કે આપણે કાલે શૂટિંગ કરવાનું છે કે નહી.

આકાંક્ષાએ આગળ કહ્યું કે 'કોઈને કંઈ ખબર નથી. આ કોઈ પણ જાણકારી વિના લોકડાઉન છે. તે કેટલો સમય ચાલશે અને ક્યારે સમાપ્ત થશે તે કોઈને ખબર નથી. પ્રોડક્શન હાઉસે કહ્યું કે જ્યારે તેઓને અધિકારીઓ તરફથી કોઈ માહિતી મળે ત્યારે તેઓ અમને ણાવી દેશે. અમે જાણતા હતા કે કેટલીક જગ્યાએ લોકડાઉન હતું અને તે જ અમે કરી રહ્યા છીએ. હું આશ્ચર્યચકીત થઇ ગઈ અમે છ મહિના પહેલા જ શરૂ કર્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application