દીપિકા અને શોએબના લકઝરિયસ ઘરને જોઈ ફેન્સની આંખો થઈ ગઈ ચાર, જુઓ તમે પણ ફાઈવસ્ટાર ઘરની ઝલક

  • April 26, 2021 08:37 PM 


ટેલિવિઝન કપલ દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમે હાલમાં જ તેમનું ઘર રિનોવેટ કરાવ્યું છે. ઘરમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ કપલ તેમના લાવિશ ઘરની ઝલક ફેન્સને દેખાડવાની રાહ જોઈ શક્યા નહીં. શોએબ ઈબ્રાહિમે તેના ઘરના નવા લૂકની ઝલક દેખાડતો વીડિયો શેર કર્યેા છે. શોએબ અને દીપિકાનું નવું ઘર એકદમ લકઝુરિયસ અને કલાસી ફીલ આપે છે. જ્યારે ઘરનું રિનોવેશનનું કામ કરવાનું હતું તે પહેલા જ શોએબે નક્કી કરી લીધું હતું કે, તે ફાઈવ સ્ટાર હોટેલમાં હોય તે પ્રકારનું ઘર ઈચ્છે છે. તેથી જ તેમણે ઘરને વ્હાઈટ અને ગોલ્ડ થીમ પર તૈયાર કર્યુ છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

 

ઘરમાં મોટા–મોટા શન્ડલિયર લગાવવામાં આવ્યા છે. આ સિવાય ઘર બહાર શોએબ અને દીપિકાની જે નેમપ્લેટ લગાવી છે તે પણ ગોલ્ડન કલરની છે. લિવિંગ રૂમની વાત કરીએ તો તેમાં વ્હાઈટ સોફા સેટ મૂકવામાં આવ્યા છે. તેની છત પર પણ શન્ડલિયર અને હેંગિંગ લેમ્પ લગાવવામાં આવ્યો છે. આ સિવાય ફ્રેન્ચ વિન્ડોમાં શટર ટાઈપનો પડદો લગાવવામાં આવ્યો છે. જેના કારણે લિવિંગ રૂમ એકદમ ભવ્ય લાગી રહૃાો છે. ડાઈનિંગ એરિયા લિવિંગ રૂમ સાથે અટેચ કરેલો છે. ડાઈનિંગ એરિયામાં દીવાલ પર કાચ લગાવવામાં આવ્યો છે. ૬ સીટવાળું ડાઈનિંગ ટેબલ પણ એકદમ કલાસી છે. લિવિંગ એરિયામાં કોઈ બાબતે ધ્યાન ખેંચ્યુ હોય તો તે દીવાલ હતી. નાનકડી દિવાલમાં શોએબ અને દીપિકાને મળેલા એવોર્ડ તેમજ બંનેને યૂટુબ ચેનલ માટે મળેલી ગોલ્ડન અને સિલ્વર બટન પણ લગાવવામાં આવ્યું છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS