આજે રાતે દિગંબર સંતોની રવાડી, શાહી સ્નાન બાદ શિવરાત્રી મેળાનું સમાપન

  • February 21, 2020 01:34 PM 96 views

નવનાથ ચોસઠ જોગણીઓ તેત્રીસ કરોડ દેવતા ઓ નો વાસ છે તેવા ગરવા ગિરનારની ગોદમાં મહા વદ નોમથી ભવનાથ મંદિરના ધ્વજારોહણ સાથે જ ભવનાથના મેળાનો શુભારંભ થયો હતો ચાર દિવસ સુધી ભજન ભજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીનો મેળો આજે અંતિમ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ આજે મહાશિવરાત્રિના દિવસે બમ બમ ભોલે જય ભવનાથ જય ગિરનારી ના નાદ સાથે  ભાવિકો  સુર  ગુંજી ઉઠયો છે તો મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર એવા વિવિધ અખાડાઓ ની આગેવાની હેઠળ યોજાનારા ભવ્ય રવાડી સરઘસ મેં જોવા વહેલી સવારથી જ ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી પાંચ કિલોમીટરની ભાવિકો પદયાત્રા કરી પહોંચ્યા.


ચાર દિવસ સુધી ભવનાથના મેળામાં ગિર તળેટીમાં ગણાય કે ભક્તોનો ભાવિકોનું ઘોડાપુર હોય પ્રેમ જ્યાં નજર જુઓ ત્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. તો આજે સવારથી જ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી માનવ કિડીયારૂ( ઘોડાપુર) ઉભરાયું છે. આજે સાંજથી દિગંબર સાધુઓના અંગ કસરતના પ્રયોગો અને અવનવા દાવ રજુ કરશે તેને જોવા રોડની બન્ને સાઈડ ભાવિકો કતારો લગાવી અગાઉથી જ ગોઠવાઈ ગયા છે.મેળાનું મુખ્ય ખાસ આકર્ષણ નાગા બાવા ની જમાત અને સરઘસ રવેડીનું આ વર્ષે કિન્નર રોના અખાડા પણ રવેડી માં જોડાશે  ૩૦ થી વધુ બગીઓમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વર ધર્મ ધજા સાથે ભવનાથ વિસ્તારમાં ફરશે અખાડાઓ ની પાછળ વિવિધ હેરત અંગેજ પ્રયોગ કરતા નાગાસાધુઓ જોવા મળશે.ભવનાથ મહાશિવરાત્રી ના મેળા નું ખાસ આકર્ષણ દિગંબર નાગા બાવા ની જમાત અને સરઘસનું છે આ સરઘસમાં સૌથી આગળ ગુરુ દત્તાત્રેયની પાલખી હોય છે. આ પછી ગણપતિજીની પાલખી, અગ્નિ અખાડાની પાલખી તથા અન્ય અખાડાઓ ની પાછળ નાગા બાવાઓ ચાલી નીકળે છે. તો આ વખતે રવેડી માં સૌપ્રથમ વખત કિન્નરો પણ પોતાના અખાડા સાથે જોડાશે. સરઘસ આકારે આખા ભવનાથના મેળામાં ફરે છે ગિરનાર ક્ષેત્ર ના પીઠાધીશ્વર માં જયશ્રી કા નંદ જી મહારાજ ના સંચાલન હેઠળ શિવરાત્રી મેળો યોજાઇ રહયો છે તો આજે નીકળનાર રવેડી માં મહામંડલેશ્વર ૧૦૦૮ ભારતીબાપુ, ભવનાથ મંદિરના મહંત હરિ ગીરીજી મહારાજ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદ બાપુ , મોટા પીર બાવા તનસુખ ગીરીબાપુ , નાના પીર બાવા ગણપત ગીરીબાપુ , વ્યંઢળ અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદ ગીરી, ઉપરાંત મોટી સંખ્યામાં વિવિધ પંચ અગ્નિ  અખાડા આહવાન અખાડા ના વરિષ્ઠ સંતોના વડપણ હેઠળ ભવ્ય રવાડી  યોજાશે હાજર રહેલા લાખો લોકો આ ભવ્ય સરઘસ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ સરઘસ તેના નિશ્ચિત સ્થાનેથી ભવનાથ પ્રવેશ દ્વાર ખાતેથી નીકળી મૃગી કુંડ તરફ સ્વરૂપે નીકળે છે. હર હર મહાદેવ જય ભવનાથ જય ભોલેનાથ ના ગગનચુંબી નાદો ગજવતા અને વિવિધ અંગ કસરતના હેરતભર્યા પ્રયોગો નાગા સાધુ સંતો કરી બતાવે છે.આ સરઘસ જોવા માટે મુખ્ય રસ્તાની બંને બાજુએ ભાવિકો સાંજથી જ ગોઠવાઈ જાય છે અને રાત્રીના આ સરઘસ ના દર્શન કરી નાગા સાધુ સંતોના દર્શન કરી ભાવિકો ધન્ય અનુભવે છે. આ સરઘસ ભવનાથ મહાદેવના મંદિરે થઈ મૃગી કુંડ તરફ આગળ વધે છે ભગવાન ભવનાથ મહાદેવના મંદિરમાં ભોળાનાથ શિવજીની મધ્યરાત્રીએ પૂજા કરી નાગાબાવાઓ સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે. પાંચ દિવસનો મેળો નાના ધંધાર્થીઓ માટે ફાયદારૂચ દિવસના મેળામાં બહારગામથી આવેલ નાના ધંધાર્થીઓ ઉમટી પડેલ લાખોની જનમેદનીને લઈ ધંધા માટે ફાયદારૂપ નીવડ્યો.

કાલથી આસપાસના ધાર્મિક સ્થળો ઉપર ભાવિકોનો પ્રવાહ         
આજે મેળો રાત્રે ૧૨:૦૦ વિધિવત પૂર્ણ થયા બાદ ભાવિકોનો પ્રવાહ શહેરના જોવાલાયક સ્થળો ઉપરકોટ સકરબાગ દામોદર કુંડ મ્યુઝિયમ , સહિતના સ્થળોએ ઉમટી પડશે તો આ ઉપરાંત આસપાસના ના વિવિધ સ્થળો જેવા કે વીરપુર સતાધાર સોમનાથ, કનકાઈ મંદિર, દ્વારકા, ખોડલ ધામ ,ગાઠીલા  માણેકવાડા સહિતના વિવિધ સ્થળોએ દર્શન માટે ઉમટી પડશે.

તમામ લોકોએ અલગ અલગ રીતે મેળો માણ્યો
સરકારી અધિકારી પદાધિકારીઓએ વ્યવસ્થાના ભાગરૂપે પોતાની ગાડીઓમાં પરિવારો સાથે તથા સગા-સંબંધીઓને આંટાફેરા સાથે મેળાનો લાભ મળ્યો  પોલીસ તંત્રએ સુરક્ષાના ભાગરૂપે સજ્જડ બંદોબસ્ત ગોઠવી મેળા નો અનોખો લ્હાવો લીધો.સંતો મહંતોએ ભજન અને ભોજન તથા ભક્તિ કરી આધ્યાત્મિકતાના રૂપે મેળા નો અનોખો લ્હાવો લીધો.શહેરની સામાન્ય નાગરિકો એ લાખોની ભાવિકોને ઉમટેલી ભીડની વચ્ચે પણ ભીડને પસાર કરી પગપાળા ચાલી પણ મેળા નો અનોખો લ્હાવો લીધો હતો.મેળામાં આવનાર નાના ધંધાર્થીઓએ ડિવાઈડર પર બેસી રાત ઉજાગરા કરી પોતાના પેટ માટે આવકના સ્ત્રોત માટે ખુલ્લી જગ્યામાં બેસી પણ મેળા નો અનોખો લ્હાવો લીધો.મેળામાં આવેલ દેશ વિદેશથી આવેલા નાગા દિગંબર સાધુ  તથા સાધ્વીઓએ કોઈએ ચલમ ની ચિસકારી, કોઈએ આધ્યાત્મિક રૂપ, અમુક સાધુ-સાધ્વી ઓએ ચાની પ્રસાદી પીરસી સહિતની વિવિધ બાબતો એ ભાવિકોને દર્શન આપી મેળા નો અનોખો લહાવો લિધો.મેળામાં વિવિધ અખાડાના સંતો-મહંતોએ મેળાને શરૂ થઈ અને સુધીની વ્યવસ્થા મીટીંગો ભાવિકોને દર્શન સહિતની બાબતો એ મેળાનો લાભ લીધો. મેળામાં ૨૦૦ થી વધુ અન્નક્ષેત્રો એ ભાવિકોને સવાર બપોર સાંજ દિવસભર ભાવતા ભોજનીયા પીરસી અન્નદાન મહાદાન ના સૂત્ર સાર્થક સાથે મેળા નો અનોખો લ્હાવો લીધો. કહેવાનું તાત્પર્ય તો એ જ છે કે વીઆઈપી ઓએ  વીઆઈપી કલ્ચર માં, સંતો મહંતોએ આધ્યાત્મિક કલ્ચરમાં, વેપારીઓએ વ્યવસાયિક કલ્ચરમાં, વિવિધ આશ્રમો તથા અન્નક્ષેત્ર ક્ષેત્રોએ તથા સામાજિક સંસ્થાઓએ સેવાકીય કલ્ચરમાં, અને સામાન્ય આમ નાગરિકોએ પોતાની મોજ મસ્તીના કલ્ચરમાં પાંચ દિવસનો મેળો માણ્યો. 

મહાશિવરાત્રી મેળામાં સંત દર્શન, સંતવાણીમાં ભાવિકો ઉમટયા
મહાશિવરાત્રીના મેળા ને લઇ યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મેળા મેદાન ખાતે ત્રણ દિવસ વિવિધ સાંસ્કૃતિક સ્થાનિક કલાકારો દ્વારા લોકડાયરો સંતવાણી હાસ્યરસ સહિતના વિવિધ કાર્યક્રમો થકી હજારો લોકોએ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માણી રસ તરબોળ   થઇ ગયા હતા. ગઈકાલે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા પણ ખાસ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. આજે મેળાના અંતિમ દિવસે ઉમટેલી લાખો ભાવિકોની મેદની તથા નીકળનાર શાહી રવાડી ને લઈને પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત, રવાડી ના રૂટ પર સાંજથી જ પોલીસે કોર્ડન કરી સંતો મહંતો ને મુશ્કેલી ન પડે તેમજ ભાવિકો રવાડી ના દર્શન કરી શકે તે માટે રવાડી ના તમામ પોઇન્ટ પર પોલીસે સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો. એસપી સૌરભ સિંધ ના માર્ગદર્શન નીચે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા નવ ડીવાયએસપી ,ત્રણ એસઆરપી કંપનીના જવાનો સહિત નો પોલીસ સ્ટાફ બંદોબસ્ત માટે ખડેપગે સમગ્ર મેળા ની રવેડી નું સીસીટીવી ની મદદથી વોચ રખાશે. સાંસદ રાજેશ ચુડાસમા પણ આવનાર છે.

સરદાર પટેલનું સ્ટેચ્યુ સેલ્ફી માટે હોટ ફેવરીટ 
આ વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ભવનાથ તળેટી દત્તાત્રેય ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિશાળ ૧૦. ૫ ફૂટ નું સ્ટેચ્યુ બનાવ્યું જે સ્ટેચ્યુ ને ઘુંટેલી લાખોની મેદની ના ભાવિકોએ સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઉમટેલી ભાવિ કો એ ફોટો સેશન પણ કરાવ્યા હતા.

શાહી સ્નાન અંગે અલૌકિક માન્યતા
અલૌકિક માન્યતા પ્રવર્તે છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ખુદ ભગવાન શંકર નાગાબાવાના સ્વરૂપે સ્નાન કરવા અને પ્રથમ સ્થાન કરવા મૃગીકુંડમાં આવે છે કોઈ અલૌકિક આત્મા શિવજીના દર્શન કરી શકે છે. મૃગીકુંડમાં સ્નાન કરીને ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી બહાર નીકળતા સાધુ-સંતો ક્યાં અલોપ થઇ જાય છે તેનું રહસ્ય આજદિન સુધી કોઇ મેળવી શક્યું નથી અને મેળવી શકશે પણ નહીં તેઓ ભાવિકોમાં અતૂટ વિશ્વાસ છે.આજે નાગાબાવાઓ સાધુ-સંતો શિવરાત્રી ની રાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કરશે અને તેની સાથે જ મહા શિવરાત્રી મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે. 

જૂનાગઢમાં કાલે કિંજલ દવેની મ્યુઝિકલ નાઈટ
સુપ્રસિધ્ધ લોકગાયિકા કિંજલ દવે જેણે પોતાના ગીતોથી યુવા હૈયાઓને ડોલાવ્યા છે તે આગામી તા.૨૨ને શનિવારે ડો. સુભાષ રંગભવન ખાતે યોજાનાર મ્યુઝિકલ નાઈટ ઈવેન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંગીતપ્રેમીઓને ડોલાવશે. કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application