પતિના જેલવાસ દરમિયાન ગણપતિ બાપ્પાને ઘરે લાવી શિલ્પા શેટ્ટી

  • September 09, 2021 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિલ્પા શેટ્ટીના પરિવાર માટે હાલનો સમય કપરો છે. પરંતુ આ કપરા સમયમાં પણ તેણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમ અને ઉત્સાહ સાથે ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. ગણેશ ચતુર્થીના એક દિવસ અગાઉ અભિનેત્રી પોતાના ઘરે ગણેશને લાવી ચુકી છે. આ વર્ષે શિલ્પા શેટ્ટી એકલી જ આ પૂજા કરતી જોવા મળશે કારણ કે તેનો પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસને લઈ જેલમાં બંધ છે અને તેની બહેન શમિતા શેટ્ટી ઓટીટી બીગ બોસમાં છે.

ગણેશ ચતુર્થી 10 તારીખે છે ત્યારે શિલ્પાના ઘરે તેની ઉજવણીની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. તે બાપ્પાની મૂર્તિને વર્કશોપથી પોતાના ઘરે લઈ જઈ ચુકી છે. દર વર્ષે રાજ અને શિલ્પા સાથે આ કામ કરતા હતા પરંતુ આ વર્ષે રાજ જેલમાં છે છતાં શિલ્પાએ ઉત્સાહ સાથે ગણેશ ચતુર્થી ઉજવવાનું નક્કી કર્યું છે.

જો કે આ વર્ષે તેણે મીડિયા સામે વધારે રહેવાનું અને વાતચીત કરવાનું ટાળ્યું હતું. તેણે કેમેરામેનને જોઈ અને હાથ જોડી લીધા અને ત્યાંથી મૂર્તિ લઈ રવાના થઈ ગઈ હતી. મહત્વનું છે કે રાજ કુંદ્રાની ધરપકડ બાદથી શિલ્પાએ લાંબા સમય સુધી જાહેરમાં આવવાનું ટાળ્યું હતું. લાંબા બ્રેક બાદ તેણે સુપર ડાંસરમાં વાપસી કરી અને હવે તે જાહેરમાં આવવા લાગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS