શિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું

  • April 21, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલની 13મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો પરાજય થયો હતો. મુંબઈએ પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સને 138 રનનો ટારગેટ આપ્યો હતો.

 


138ના ટારગેટનો પીછો કરતા બીજી ઈનિંગની શરૂઆતમાં દિલ્હીની ઓપનિંગ જોડી લાંબી પાર્ટનરશિપ ન બનાવી શકી. પૃથ્વી શો માત્ર 7 (5) રન બનાવી જયંત યાદવનો શિકાર ની ગયો. ત્યાર બાદ બીજી વિકેટની સારી પાર્ટનરશિપ બની અને શિખર ધવને 42 બોલમાં 45 રન અને સ્ટિવ સ્મિથે 29 બોલમાં 33 રનની ઈનિંગ રમીને ટીમ માટે મજબૂત શરૂઆત કરી આપી. અંતિમ ઓવરોમાં લલિત યાદવે 25 બોલમાં 22 રન અને શિમોર હેતમાયરે 9 બોલમાં 14 રન કરી જીત અપાવી હતી. દિલ્હીને 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 138 રન બનાવી ટારગેટ મેળવી લીધો હતો.

 


બીજી ઈનિંગની બોલિંગની વાત કરવામાં આવે તો જયંત યાદવ, જસપ્રિત બુમરાહ, રાહુલ ચહર અને પોલાર્ડને 1-1 સફળતા મળી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને કૃણાલ પંડ્યાને કોઈ વિકેટ મળી શકી નહોતી.

 


પહેલી ઈનિંગની વાત કરવામાં આવે તો મુંબઈ તરફથી સૌથી વધુ રોહિત શમર્એિ 44(30), સૂર્યકુમાર યાદવ 24(15), ઈશાન કિશન 26 (28) અને જયંત યાદવ 23(22) રનની ઈનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ ખેલાડી બે ડિજિટ સુધી પહોંચી શક્યો ન હતો. મુંબઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રન બનાવી શકી હતી. બોલિંગ પ્રદર્શનની વાત કરવામાં આવે તો સૌથી સારી બોલિંગ અમિત મિશ્રાએ 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ મેળવી હતી. આ ઉપરાંત આવેશ ખાનને 2 સફળતા અને સ્ટોઈનિસ, રબાડા અને લલિત યાદવને 1-1 વિકેટ મળી હતી.

 


આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી (2008 -2020) 28 મેચ થઈ છે. મુંબઈએ 16 મેચ જીતી છે, જ્યારે દિલ્હીએ 12 મેચ જીતી છે. મુંબઈનો ઉપરનો હાથ છે છેલ્લી પાંચ મેચોમાં મુંબઇએ દિલ્હીને પરાજિત કર્યું છે. 2019ની આઈપીએલ (18 એપ્રિલ) મેચને પરાજિત કયર્િ પછી મુંબઇએ 2020 માં ચારેય મેચોમાં દિલ્હીને હરાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS