રામમંદિરના પાયામાં ચાંદીના કાચબા સહિત મુકાશે આ વસ્તુઓ, જાણો ભૂમિ પૂજનન અંગે ખાસ વાતો

  • August 01, 2020 11:47 AM 945 views

અયોધ્યામાં રામ મંદિરના ભુમીપુજનની તૈયારી ચાલી રહી છે અને આખા શહેરને રામમય બનાવવામાં આવી રહ્યું છે. પ્રા માહિતી અનુસાર, રામ મંદિરના પાયામાં ચાંદીનો કાચબા મૂકવામાં આવશે. ચાંદીના કાચબા ઉપર શેષનાગને મૂકવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શેષનાગ પાતાળ લોકનો માલિક છે. ભૂમિપૂજનમાં કાશી વિશ્વનાથ તરફથી લાવવામાં આવેલ બીલી પત્ર અર્પણ કરવામાં આવશે. કાશી વિધાત પરિષદના ૩ વિદ્રાનો તેમની સાથે બીલી પત્રો લઈને અયોધ્યા આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરવા માટે ૫ ઓગસ્ટના અયોધ્યા પહોંચશે. ભૂમિ પૂજન માટે ખાસ મચં તૈયાર કરવામાં આવશે. આ મચં પરથી પ્રધાનમંત્રી, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના સસઘચાલક મોહન ભાગવત અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહતં નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.


પ્રધાનમંત્રી મોદીની શ્રીરામની પ્રત્યેની ભકિત કોઈથી છુપાયેલી નથી. મર્યાદા પુષોત્તમ શ્રીરામના પ્રધાનમંત્રી પદની મર્યાદા રાખતા વંદન અને અભિનંદન તમે જોયા છે. ૫ ઓગસ્ટે મંદિરની દિવાળી માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, જેની સાથે અયોધ્યાના જયસિંહપુર ગામમાં દોઢ લાખની તૈયારી કરવામાં આવી રહી છે. રામજન્મભૂમિમાં આ દીવા પ્રગટાવવામાં આવશે તે અંગે ગ્રામજનો ખુશ છે.


અયોધ્યામાં અર્પણ માટે ખાસ લાડુ બનાવવામાં આવી રહ્યા છે. ૧ લાખ ૧૧ હજાર દેશી ઘીના લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેઓ ૧૧ હજાર સ્ટીલના કોચમાં લાડુના પ્રસાદથી ભરેલા હશે. ભગવાન શ્રીરામને આ લાડુનો ભોગ ચઢાવવામાં આવશે, ત્યારબાદ શ્રી રામ મંદિર ભૂમિ પૂજનનો પ્રસાદ દેશભરમાં વહેંચવામાં આવશે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ક્ષણે–ક્ષણ કાર્યક્રમની માહિતી
 

– પીએમ મોદી ૫ ઓગસ્ટે ૨ કલાક અને ૩૦ મિનિટ સુધી અયોધ્યામાં રહેશે.
– પીએમ મોદી સવારે ૧૧ વાગ્યે ૪૦ મિનિટ અયોધ્યા પહોંચશે.
– બપોરે ૧૨ વાગ્યે ૪૦ મિનિટ ૪૦ સેકન્ડ, રામ જન્મભૂમિ પર રામ મંદિરનો શિલાન્યાસ કરશે.
– બપોરે ૧૨ વાગ્યે ૪૦ મિનિટ ૪૦ સેકન્ડનો શુભ સમય છે.
– પ્રધાનમંત્રી બપોરે ૨:૧૦ કલાકે દિલ્હી પરત ફરશે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application