કોઈ મને કીસ કરી લ્યો, શહેનાઝ ગીલએ શા માટે કહ્યું આવું....

  • March 07, 2020 12:49 PM 977 views

બિગબોસ ફેઈમ શહનાઝ ગીલ અત્યારે શો મુઝસે શાદી કરોગીમાં જોવા મળી રહી છે. આ શોમાં તે પોતાના માટે દુલ્હો શોધી રહી છે. જો કે અત્યાર સુધી તે કોઈ સાથે મનમેળ સાધી શકી નથી. એટલું જ નહીં આ શોમાં તે બિગબોસ જેટલી ઉત્સુક અને તરોતાજા દેખાઈ રહી નથી. હાલમાં જ શહેનાઝે જણાવ્યું કે તે કઈ રીતે તરોતાજા બની શકે છે. શો સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શહેનાઝ કેમેરાની સામે જઈને કહે છે કે તેને કોઈ એવું જોઈએ છે જે બહારથી આવે અને તેને જાળવે.

 

વીડિયોમાં દેખાય છે કે શહેનાઝ કેમરાની સામે જોઈને કહે છે કે તે તમામ લોકો સાથે પોતાની ફિલીંગ્સ શેયર કરવા માગે છે. શહેનાઝ કહે છે કે તેનું દિલ તૂટેલું છે અને તે ઈચ્છે છે કે બહારથી કોઈ આવે અને તેના દિલની તેમજ તેની જાળવણી કરે, ગળે લગાવી લ્યે, કિસ કરી લ્યે. શહેનાઝ કહે છે કે તે અત્યારે અત્યતં દુ:ખી છે. 

 

શહેનાઝનું આ નિવેદન સાંભળીને લોકો કહી રહ્યા છે કે આ મેસેજ તે સિદ્ધાર્થ શુકલાને આપી રહી છે. થોડા દિવસ પહેલાં એક ઈન્ટરવ્યુ દરમિયાન શહેનાઝે સિદ્ધાર્થને લઈને કહ્યું હતું કે હું સિદ્ધાર્થને પ્રેમ કરું છું અને તેની સાથે પોતાનો સંબધં આગળ વધારવા માગું છું પરંતુ નિર્ણય લેવો સિદ્ધાર્થ ઉપર નિર્ભર કરે છે.