ગોંડલ પાલિકાના પ્રમુખ પદે શીતલબેન કોટડિયા પર પસંદગીનો કળશ: ઉપપ્રમુખ તરીકે સંજીવ ધીણોજા

  • March 15, 2021 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક થઈ છે પ્રમુખ પદે જેમનું નામ ચર્ચામાં હતું તે શીતલબેન સમીરભાઈ કોટડીયા અને ઉપપ્રમુખ તરીકે સંજીવ રમણીકલાલ ધીણોજા ની નિમણૂક થઈ છે .


ગોંડલ નગરપાલિકાના પ્રમુખ નો તાજ કોના શિરે આ નિર્ણયને લઈને ગાંધીનગર ખાતે તાજેતરમાં પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવાયો હતો. પ્રથમ અઢી વર્ષ સામાન્ય સ્ત્રી અનામત હોય ત્રણ લેઉવા પટેલ મહિલા સદસ્યોના નામ મોખરે રહ્યા હતા અને ઉપપ્રમુખ માં બે યુવા ચહેરાઓનો ની પસંદગી થયાની ચર્ચા ચાલતી હતી. ગોંડલ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાયેલ હતી જેનું પરિણામ ૨ માર્ચ ના રોજ આવ્યું હતું.જેમાં ભાજપ નો ભગવો લહેરાયો હતો.ઇતિહાસ માં સૌપ્રથમ વાર ૧૧ વોર્ડ ની ૪૪ એ ૪૪ સીટ પર ભાજપ નો ભવ્ય વિજય થયો હતો ત્યારે નગરપાલિકા ના પ્રથમ અઢી વર્ષ ની ટર્મ માટે સામાન્ય મહિલા પ્રમુખ અને સામાન્ય પુરુષ ઉપ પ્રમુખ ની આજરોજ સવારે ૧૦ કલાકે ગોંડલ પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં સાધારણ સભા મળી હતી જેમાં મહિલા પ્રમુખ તરીકે પ્રથમ વખત ચૂંટણી લડતા અને બિનહરીફ ચૂંટાઈ ને આવેલા શીતલબેન સમીરભાઈ કોટડીયા પર પ્રમુખ નો કળશ ઢોળાયો હતો.તેમજ ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ રમણિકભાઈ ધીણોજા પર કળશ ઢોળાયો હતો. આમ, શીતલબેન સમીરભાઈ કોટડીયા બન્યા ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા છે .વોર્ડ નંબર ૨ ના નગરસેવક છે શીતલબેન કોટડીયા.નગર પાલિકા ની બિન હરીફ ચૂંટણી જીત્યા હતા.ગોંડલ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ તરીકે સંજય ભાઈ ધીણોજાનું નામ જાહેર કરાયું છે. કારોબારી ચેરમેન પદે ભરતસિંહ વજુભા જાડેજા અને પક્ષના નેતા તરીકે કૌશિકભાઇ વલ્લભભાઇ પડાળીયા, દંડક તરીકે રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ ની જાડેજા નિમણૂક કરાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS