શત્રુધ્ન સિંહા ભાજપમાં પાછા આવી રહ્યા છે? એક ટવિટ બની ચર્ચાનો વિષય

  • June 30, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમ મોદીના કટ્ટર વિરોધી મનાતા શત્રુધ્ન સિંહાની એક ટીટ ચર્ચાનો વિષય બની ગઈ હતી. તેમની આ ટીટથી માનવામા આવી રહ્યું હતું કે, તેઓ પાછા ભાજપમાં આવવાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. જોકે, હવે આ મામલે શત્રુધ્ન સિંહાએ સ્પષ્ટ્રતા કરતા કહ્યું કે, તેમની કોમેન્ટને હ્યૂમર તરીકે લેવી જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની તેમની કોઈ ઈચ્છા નથી.

 


શોટગન શત્રુધ્ન સિન્હાએ હવે કહ્યું કે તેમણે આ ટિપ્પણી એક 'વ્યંગ' તરીકે કરી હતી અને પાર્ટી બદલવાની તેમની કોઈ ઈચ્છા નથી. તેમણે ટીટ કરીને કહ્યું હતું કે 'દુનિયામાં ચાર પ્રકારના દુ:ખી લોકો હોય છે. પોતાના દુ:ખથી દુખી, બીજાના દુ:ખથી દુખી, બીજાના સુખથી દુખી અને કારણ વગર મોદીથી દુ:ખી'.

 


શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે, તે મનોરંજન માટે વ્યગં તરીકે કહ્યું હતું. હત્પં મનોરંજન માટે કેટલીક ટીટ કં છું અને તેનો કોઈ રાજનીતિક અર્થ કાઢવો જોઈએ નહીં. અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે 'ન તો મને કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની કોઈ ભાવના છે કે ન તો આ અંગે મારી કોઈ ઈચ્છા છે.'

 


અટલ બિહાર વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા શત્રુધ્ન સિન્હા ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા તથા કોંગ્રેસની ટિકિટ પર પૈતૃક સ્થાન પટણાસાહિબ મતવિસ્તારમાંથી ચૂંટણી લડા હતા. બિહારીબાબુ તરીકે ઓળખાતા શત્રુધ્નએ ૨૦૦૯ની સાથે સાથે ૨૦૧૪માં પણ ભાજપની ટિકિટ પરથી આ બેઠકથી શાનદાર જીત મેળવી હતી. જો કે તેઓ ૨૦૧૯માં પટણા સાહિબ બેઠકથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે મોટા અંતરથી હાર્યા હતા.

 


ભાજપ છોડા પહેલા તેમણે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિદ્ધ અનેક પરોક્ષ ટિપ્પણીઓ કરી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ખરાબ રીતે ચૂંટણી હારી અને શત્રુધ્ન સિન્હા પણ સૌથી જૂની પાર્ટીમાં કોઈ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા નહીં. મોદી પર તેમની ટિપ્પણીને રાજકીય રીતે તેમની જૂની પાર્ટી સુધી પહોંચવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી હતી.

 


શત્રુધ્ન સિન્હા હજુ પણ કહે છે કે તેમણે રાજનીતિનો કક્કો ભાજપમાં શીખ્યો છે અને ભગવા પાર્ટીમાં તેમના અનેક સારા મિત્રો છે. તેમણે કહ્યું કે મે નોટબંધી અને જટિલ જીએસટી લાગૂ કરવા જેવા અનેક મુદ્દાઓ પર નેતૃત્વ સાથે અસહમતિ જતાવીને ભાજપ સાથે છેડો ફાડો હતો અને હજુ પણ તેના પર મક્કમ છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS