રાજકોટ ઇન્કમટેકસમાં સ્ટાફની તીવ્ર ખેંચ, કાર્યભારનો બોજ

  • September 14, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકસ વસૂલાત, હરાજી અને ગોલ્ડન રેડમાં સીબીડીટીએ ૩– ૩ વખત પીઠ થાબડી એવા
અધિકારીઓથી લઇ જોઈન્ટ અને એડિશનલ કમિશનરની ટ્રાન્સફરના થયા આદેશ: આવકવેરાના વડા અને પ્રિન્સિપલ કમિશનરથી માંડી દરેક વિભાગમાં ૧૫ ટકા જેટલા સ્ટાફની ઘટ: પાંચ અધિકારીઓની બદલીના ઓર્ડર સામે એક અધિકારીનું રાજકોટ રિજીયનમાં પોસ્ટિંગ

 


રાજકોટ આવકવેરા વિભાગમાં લાંબા સમય પછી એડિશનલ– જોઇન્ટ કમિશનર થી લઈ ઇન્કમટેકસ અધિકારીઓને બદલીઓનો ધાણવો નીકળ્યો છે. પાંચ અધિકારીઓની બદલી સામે એક અધિકારી નો જ ઓર્ડર આવતા ઈન્કમટેકસ ઓફિસ માં દરેક વિભાગમાં ૧૫ ટકા સ્ટાફની અછત ઊભી થઈ છે. ટેક વસૂલાતમાં સમગ્ર દેશમાં હંમેશાં મોખરે રહેલા રાજકોટ ઇન્કમ ટેકસ વિભાગમાં ખાટલે મોટી ખોટ ઉભી થઈ છે કે રાજકોટ આઇટીમાં ચીફ કમિશનર પૂર્ણ સમય માટે હાલમાં નથી. અમદાવાદના કમિશનરને રાજકોટ માટે એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે તાજેતરમાં ચીફ કમિશનર રવિન્દ્રકુમાર પટેલ એ નિવૃત્તિ લીધા બાદ એડિશનલ કમિશનરથી કામગીરી ચલાવવામાં આવી રહી છે.

 


રાજકોટ ઇન્કમટેકસ રિઝિયન હેઠળ સમગ્ર સૌરાષ્ટ્ર્ર કચ્છ નો સમાવેશ થાય છે કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી કામગીરીનું ભારણ પર વ્યાપક રહ્યું છે. જેની સામે સ્ટાફની તીવ્ર તંગી હોવાથી કામગીરીને જેની સીધી અસર પહોંચી રહી છે.

 


રાજકોટમાં ઈન્કમટેકસ વિભાગના વડાને કમિશનર કહેવામાં આવે છે પરંતુ હાલમાં તાજેતરમાં તેઓએ નિવૃત્તિ લેતા તેમના સ્થાનિક અમદાવાદ ના કમિશનર રાણા ને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો બીજી તરફ કામનો બોજો વધી જતા અમુક અધિકારીઓ નિવૃત્તિના માર્ગે જઈ રહ્યા છે. એક તરફ સ્ટાફની અછત અને બીજી તરફ આવકવેરાની કામગીરીની પદ્ધતિમાં આવેલા બદલાવ ના લીધે અધિકારીઓથી માંડીને ઇન્સ્પેકટરઓ પર કામ નો જબરો બોજ આવ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
આથી ઘણા કર્મચારીઓ નોકરી ને આડે બેથી ત્રણ વર્ષ બાકી હોય છે અને તેમને પ્રમોશન ન મળવાનું હોય તેવો નિવૃત્તિ લેવાની વિચારવા લાગ્યા છે.

 


નવી ફેસલેસ પદ્ધતિ અને કોરોના પછી કર્મચારીઓ સામે અનેક પડકારો
યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી ફ્રેસ પદ્ધતિ અને કોરોનાકાળમાં કર્મચારીઓ સામે અનેક પડકારો આવ્યા છે. સિસ્ટમમાં આવેલા બદલાવના કારણે આવકવેરા વિભાગની કચેરીમાં ઘણા સમય કામગીરી સ્થગિત થઇ હતી ઉચ્ચ અધિકારીઓ ન હોવાથી કર્મચારીઓને ઘણી અગવડતા ઉભી થઇ હતી. કોરોના સમયે કર્મચારીઓ માટે રોટેશન સિસ્ટમ અમલમાં આવી હતી, આથી આ સમયે પણ જવાબદારીઓનું ભારણ વધી ગયું હતું આથી હવે ઇન્કમટેકસમાં સ્ટાફની ખેંચને દૂર કરવા માટે માંગણી ઉઠી છે.

 

રાજકોટમાં ૩ જોઈન્ટ અને ૧૦થી વધુ અધિકારીઓની બદલી
રાજકોટ ઇન્કમ ટેકસ વિભાગમાં ગઈકાલે જ એડિશનલ અને જોઇન્ટ કમિશનર થી માંડી અધિકારીઓની ટ્રાન્સફરના ઓર્ડરો આવ્યા છે જેમાં ત્રણ જોઇન્ટ કમિશનર જે.એલ. ભાટિયાને રાજકોટ થી અમદાવાદ, બીડી ગુા ને ફેસલેસ એસેસમેન્ટ માંથી સી આઈ ટી વન માં કમિશનરનો ચાર્જ મળ્યો છે આ ઉપરાંત કે.એલ. સોલંકી ને વેરિફિકેશન યુનિટમાંથી રાજકોટ એસેસમેન્ટ યુનિટ ચાર્જ સોંપવામાં આવ્યો છે. તદુપરાંત ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર માં શકિતસિંહ ને અમદાવાદથી રાજકોટ મૂકવામાં આવ્યા છે. તેમજ ૧૦ ગેઝેટેડ અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS