એપ્રિલથી ટીવીના ભાવમાં તોળાતો 2 થી 3 હજારનો વધારો

  • March 12, 2021 01:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઑપન-સેલ પેનલ્સના ભાવ વધ્યા

 

વૈશ્વિક બજારોમાં ઑપન-સેલ પેનલ્સના ભાવ છેલ્લા એક મહિના દરમિયાન 35 ટકા સુધી વધ્યા હોવાથી એલઇડી (લાઇટ ઍમિટિંગ ડાયોડ ડિસ્પ્લે) ટીવી એપ્રિલથી મોંઘાં બનવાની શક્યતા છે. કેટલીક કંપનીએ તો હાલમાં જ ટીવીના ભાવ વધારી દીધા છે. ટીવી વેચતી અનેક જાણીતી કંપ્ની ચાલુ વર્ષના એપ્રિલથી ભાવ વધારવાનું વિચારી રહી છે, જ્યારે કેટલીક કંપનીએ તો પોતાના ટીવીની કિંમત વધારી દીધી છે.

 


ટીવીની એક જાણીતી કંપનીના સીઇઓએ જણાવ્યું હતું કે એલઇડી ટીવીના ભાવ એપ્રિલથી પાંચથી સાત ટકા વધી શકે છે. ટીવીની અન્ય એક કંપનીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક બજારોમાં ઑપ્ન-સેલ પેનલ્સના ભાવ છેલ્લા એક મહિના દરમિયાન 35 ટકા સુધી વધ્યા હોવાથી એલઇડી ટીવીના ભાવ રૂપિયા 2,000થી રૂપિયા 3,000 વધારવા સિવાય કોઇ વિકલ્પ નથી રહ્યો. ચીન ઑપન-સેલ પેનલ્સના ઉત્પાદનમાં અગ્રેસર છે અને કોરોનાના રોગચાળાની તેના ઉત્પાદન તેમ જ પુરવઠા પર ગંભીર અસર થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS