આર્થિક પેકેજની આશાએ શેરબજારમાં 400 અંકનો ઉછાળો, સેંસેક્સ 27 હજારને પાર

  • March 25, 2020 09:44 AM 219 views

 

મંગળવારએ નાણામંત્રી નિર્મલા સીતારમનએ ટુંક સમયમાં આર્થિક પેકેજની ઘોષણાની વાત કરી હતી. આ ઘોષણા બાદ આજે તેની અસર શેર માર્કેટમાં જોવા મળી હતી. આજે ભારતીય શેરબજારમાં 400 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં અંદાજે 200 પોઈન્ટનો વધારો થયો હતો. 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ પણ આજે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.