BREAKING NEWS

ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે ​​​

  • May 15, 2026 09:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે


લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા લોકગાયક ભૂમિ આહિર લોકડાયરો પ્રસ્તુત કરશે


રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૬/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે ૦૯ કલાકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પ્રસિદ્ધ તીર્થસ્થળ હાથલા ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમમાં પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા લોકગાયક ભૂમિ આહિર દ્વારા લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેકની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application