શનિ પીડામાંથી મુક્ત થવા શનિવારએ કરો કોઈપણ એક ઉપાય

  • February 14, 2020 04:18 PM 19 views

શનિ દેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તેમની દશા આવતા દરેક જાતક થરથર ધ્રૂજે છે. લોકો માને છે કે શનિ દેવ હંમેશા નુકસાન જ કરે છે. પરંતુ તેવું નથી શનિ ગ્રહ ન્યાયના દેવતા છે જે જાતકને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જાતકના કર્મના જેવા હોય છે તે અનુસાર તેને શનિની દશામાં ફળ મળે છે. શનિ દેવની ખાસ વાત એ છે કે કેટલાક ઉપાયો કરવાથી તે પ્રસન્ન પણ થાય છે અને જાતક પર તેની કૃપા વરસાવે છે. 

 

શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાયો શનિવારએ કરવાથી અધિક લાભ થાય છે. તો આજે તમને જણાવીએ કેટલાક સરળ ઉપાયો વિશે જે તમને શનિની પનોતી, સાડાસાતીમાં થતી સમસ્યાઓથી મુક્તિ અપાવશે. 
 
- શનિવારએ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો અને પાણી ચઢાવી સાત પ્રદક્ષિણા કરો.
- પીપળાના 11 પાન તોડી તેના પર રામ નામ લખી એક માળા બનાવો અને તેને હનુમાનજીને ચઢાવો.
- શનિવારની રાત્રે હનુમાન મંદિરમાં ચારમુખી દીવો પ્રગટાવો.