રાજકોટનાં માર્ગેા ઉપર રાત્રે ફરશે 'શકિતમાન'

  • April 30, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં કોરોના વાઇરસની બીજી લહેર લોકોને ખૂબ જ ઝડપી સંક્રમિત કરી રહી છે. આવા સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રાર ખુબ જ મોટા પાયે સર્વેલન્સ ટેસ્ટિંગ અને વેકિસનેશન ઉપરાંત હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને દવાઓ, રેગ્યુલર ફોલોઅપ વગેરે પગલા લેવામાં આવી રહ્યા છે. ગત સાલ કોરોનાની પ્રથમ લહેર વખતે જે પ્રકારે તત્રં દ્રારા વિવિધ પગલાઓ લેવામાં આવતા હતા; તેવી જ રીતે હાલ કોરોનાની બીજી લહેરમાં પણ પરિસ્થતિની ગંભીરતા અનુસાર દિવસ–રાત જોયા વગર તત્રં કામગીરી કરી રહ્યું છે. જેમાં ગઈકાલ રાત્રીથી શહેરના માર્ગેા પર યોગેશ્વર સ્વાધ્યાય પરિવાર, મુંબઈ દ્રારા શકિતમાન કંપનીના હાઈ કલીયરન્સ શ કરવામાં આવી છે.

 


મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, અને કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ ગઈકાલ રાત્રીથી બે બુમ સ્પ્રેયર મશીનો વડે ડીસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવેલ છે.

 

 


મેયરે આ બંને મશીનો ચાલુ કરાવવા ચર્ચા કરી હતી. અને આગામી દિવસોમાં વધુ મશીનો મંગાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ મશીન દ્રારા સોડીયમ હાઈપોકલોરાઈટ સોલ્યુશથી રાજકોટ શહેરના મુખ્યમાર્ગેા પર ગઈકાલે રાત્રે ૧૦:૦૦ થી સવારે ૦૪:૦૦ વાગ્યા સુધી સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવેલ. જેમાં મુખ્યમાર્ગ ડો.યાજ્ઞિક રોડ, યુનિવર્સીટી રોડ, રેસકોર્ષ રીંગ રોડ, વિગેરે રોડનું સેનીટાઈઝેશન કરવામાં આવેલ. આજ તા.૨૯૦૪૨૦૨૧ના રોજ એક મશીન વેસ્ટઝોનના જુદા જુદા મુખ્યમાર્ગેા અને એક મશીન સેન્ટ્રલ ઝોનના મુખ્યમાર્ગેા લેવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર ઈસ્ટઝોન ઉપરાંત જુદા જુદા વિસ્તારોના મુખ્યમાર્ગેા પર દરરોજ રાત્રિ કર્યુ દરમ્યાન સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવશે.  

 

 


આ મશીન વડે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી, તમામ રસ્તાઓ, શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઇ શકશે. આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી ૬૦૦ લીટરની છે. આ મશીનથી સ્પ્રેયીંગ નોઝલની મદદ વડે દવા છંટકાવ કરી શકાય છે. આ કંપનીએ પ્રવર્તમાન સંજોગોમાં લોકો પ્રત્યેની પોતાની એક સામાજીક જવાબદારીના ભાગપે આ મશીનો આપેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS