શાહરૂખની દીકરી સુહાના ખાન કરશે બોલીવુડમાં એન્ટ્રી, હિન્દી સિનેમાની આ દિગ્ગજ ડિરેક્ટર કરશે તેને લોન્ચ 

  • August 18, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. મળતા અહેવાલો મુજબ, સુહાના ખાન ઝોયા અખ્તરની એક ફિલ્મથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરવા કરશે. ઝોયા સુહાના સાથે બીજા અન્ય બે નવા ચહેરા લોન્ચ કરશે. ઝોયાની આ ફિલ્મની વાર્તા લોકપ્રિય આર્ચી કોમિક્સ પર આધારિત છે.

 

જોયા અખ્તર કરશે લોન્ચ 

 

શાહરૂખ ખાનના ચાહકો લાંબા સમયથી તેના બાળકોના બોલિવૂડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાને કહ્યું છે કે, તેનો પુત્ર અભિનયમાં રસ ધરાવતો નથી. પરંતુ પુત્રી સુહાના બોલીવુડમાં અભિનેત્રી તરીકે કામ કરવા માંગે છે. હાલ જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તર સુહાના ખાનને લોન્ચ કરી રહી છે.'

 

શાહરુખ ખાન વાર્તા વાંચે પછી નિર્ણય થશે 

 

ઝોયા અખ્તર આંતરરાષ્ટ્રીય કોમિક બુક આર્ચીનું ભારતીય રૂપાંતરણ કરવા પર કામ કરી રહી છે. આ ફિલ્મ  નેટફ્લિક્સમાં જોવા મળી શકે. હાલમાં પ્રોજેક્ટનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે. ઝોયાએ મુખ્ય પાત્ર માટે સુહાના ખાનને પસંદ કરી છે. સુહાના પહેલા પણ ઘણી શોર્ટ ફિલ્મો કરી ચુકી છે પરંતુ ફિલ્મોમાં આ તેનો ડેબ્યુ હશે. સુહાના અને શાહરૂખ ખાન એક વાર વાર્તા વાંચી લે પછી આ બાબતે આગળ કામ થશે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2)

 

સુહાના સોશિયલ મીડિયા પર લોકપ્રિય 

 

એક મેગેઝીન માટે સુહાના ખાને કરાવેલ ફોટોશૂટ વાયરલ થયા બાદ તેના ડેબ્યુની ચર્ચાઓ શરૂ થઈ હતી. ફિલ્મોમાં આવતા પહેલા પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેની તસવીરો અને પોસ્ટ્સ હંમેશા ચર્ચામાં રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS