લાંબા વનવાસ બાદ શાહરુખ ખાન કરે છે સાઉથના આ દિગ્ગજ ડિરેક્ટર સાથે કામ, ફિલ્મના સેટ પરથી તસવીરો થઈ વાયરલ 

  • September 11, 2021 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાહરુખ ખાન છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. ઝીરો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ના હતી. ત્યાર બાદ શાહરુખ ફિલ્મની વાર્તાને લઈ ગંભીર થઈ ગયો. 2018 બાદ તે અત્યાર સુધી એક પણ ફિલ્મ કે વેબ સિરીઝમાં જોવા મળ્યો નહિ.

 

મળતા અહેવાલો મુજબ શાહરુખ પાસે હાલ ત્રણ ફિલ્મો છે. જોકે આ ત્રણેય ફિલ્મોનું ઓફિશ્યલ એનાઉસમેન્ટ થયું નથી. પરંતુ થોડા થોડા અંતરે તેની ખબરો અથવા તસવીરો સામે આવે છે. જેમાં પહેલી છે યશરાજની પઠાણ, જેમાં શાહરુખ, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને સાથે સલમાનનો કેમિયો જોવા મળશે. 

 

ત્યાર બાદ એક રાજકુમાર હિરાણીના પ્રોજેક્ટ પર તે કામ શરૂ કરવાનો છે. પરંતુ તે સૌથી છેલ્લે રહશે. હાલ મળતા સમાચાર મુજબ શાહરુખ સાઉથના ફેમસ અને ટોપ ટેન ડિરેક્ટરમાં જેનું નામ સામીલ છે તેવા નિદેશક 'એટલી કુમાર' સાથે પુણેમાં એક ફિલ્મ શૂટ કરી રહ્યો છે. 

 

થોડા દિવસ પહેલા 'એટલી'ના ફિલ્મ સેટ પરથી શાહરુખની તસવીરો વાયરલ થઈ હતી. શાહરુખની આ મૂવીનું નામ હજી ફાઇનલ નથી. પરંતુ ડિરેક્ટર 'એટલી'ની આગળની ફિલ્મો જોતા લાગે કે આ એક સુપર એક્સશન ફિલ્મ હશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળશે. 

 

એટલી ડિરેકટેડ આ ફિલ્મમાં શાહરુખ સાથે સાઉથની લોકપ્રિય અભિનેત્રી નયનતારા જોવા મળશે. શાહરુખ ખાન સાથે નયનતારાનું આ હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ હશે. આ સાથે ફેમેલી મેન સિરીઝ અને ચેન્નાઇ એક્સપ્રેસના એક સોન્ગમાં શાહરુખ સાથે ડાન્સ કરતી પ્રિયામની પણ આ ફિલ્મમાં એક મહત્વના રોલમાં જોવા મળશે.  

 

હાલ ફિલ્મનું પહેલું શેડુયલ પુણેમાં શરૂ થઈ ગયું છે. જેમાં શાહરુખ, નયનતારા, પ્રિયામની જોવા મળ્યા હતા.  
ફિલ્મની બીજી કાસ્ટ વિશે વાત કરીયે તો તેમાં સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાનના બેનર 'રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ' હેઠળ થઈ રહ્યું છે. 

 

ડિરેક્ટર એટલી કુમાર વિશે વાત કરીયે તો તેને 2013ની 'રાજારાની' ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં નયનતારા, નઝરીયા નઝીમ અને આર્ય લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સઓફિસથી લઈ  એવોર્ડ ફંક્સન સુધી બધે પોતાનો સીક્કો જમાવ્યો હતો.

 

ત્યાર બાદ સાઉથના સુપર સ્ટાર વિજય સાથે 2016માં 'ઠેરી' બનાવી. આ ફિલ્મમાં વિજય સાથે નાગા અર્જુનની પુત્રવધુ સામન્થા જોવા મળી હતી. આ ફિલ્મ પણ સુપર હિટ રહી. ત્યાર બાદ 2017 અને 2019 માં ફરી વિજય સાથે બે ફિલ્મો બનાવી. જેમાં માર્શલ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, સામન્થા અને નિત્યા મેનન જોવા મળી હતી. જયારે બીજી ફિલ્મ બિગલિમાં નયનતારા અને જેકી શ્રોફ જોવા મળ્યા હતા. હાલ એટલી શાહરુખ ખાન સાથે એક ફિલ્મ શૂટ કરે છે. જે 2022માં મોટા પરદા પર જોવા મળી શકે છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application