નવા મંત્રીઓનું લિસ્ટ આપીને શાહ રવાના

  • September 14, 2021 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટૂંક સમયમાં જાહેર થશે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ: અમિત શાહે ગઇકાલે રાત્રે ગુજરાતમાંથી વિદાય લેતાં પૂર્વે ભૂપેન્દ્ર યાદવ સાથે બંધબારણે બેઠક: રૂપાણી સરકારના પડતા મુકાનારા મંત્રીઓ સાથે સમજાવટથી કામ લેવા અપાઇ સૂચના

 


ગઈકાલે રાજભવન ખાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે નવી સરકારની રચના અને લઈને એક પ્રાથમિક યાદી તૈયાર કરી હતી અને આ પ્રાથમિક યાદી હાઈ કમાન્ડને સોંપી હતી જેને લઇને ગઈકાલે તેમના નિવાસસ્થાનથી નીકળેલાઅમિત શાહ સકિર્ટ હાઉસ ખાતે રોકાઈ ગયા હતા અને ભૂપેન્દ્ર યાદવ સાથે બંધબારણે બેઠક કરી હતી. આ નામ ટુંક સમયમા જાહેર થાય તેવી શકયતા છે. આ તકે પાણી સરકાર માંથી પડતા મુકાનારા મંત્રીઓ ની સાથે સમજાવટથી કામ લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ટીમ જાહેર થઈ જશે. જેને લઇને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા તડામાર તૈયારીઓ શ કરી દેવામાં આવી છે સંભવિત શપથવિધિ સમારોહ ને લઈને તમામ તૈયારી શ કરવામાં આવી  છે.

 


ગુજરાત વિધાનસભાની  સામાન્ય ચૂંટણી ને આડે ગણતરીના મહિનાઓમાં બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં આવેલા બદલાવને પગલે ભારતીય જનતા પાર્ટીની સરકાર ના સફળતા અને નિષ્ફળતાના મામલે અનેક તર્ક વિતર્કેા વહેતા થયા છે જેની વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય મંત્રીપદની ગોપનીયતાના શપથ લીધા હતા. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને પાંચ રાયના મુખ્ય મંત્રી ઓ એ હાજરી આપી હતી.

 


અત્રે નોંધવું જરી છે કે ગઈ કાલે શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ શપથવિધિ ના કાર્યક્રમમાં હાજર રહેલા ધારાસભ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નજરે ચડવા માટે રીતસર હોડ લગાવી હતી. ભૂપેન્દ્ર પટેલ ની ટીમમા આશ્ચર્યજનક ચહેરાઓ આવે તો તેમાં નવાઈ પામવા જેવું નહીં હોય આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિના સમીકરણો અને મહિલાને પ્રાધાન્ય આપવામાં આવશે ભાજપની સરકાર સામે એન્ટી ઇનકમબન્સી ફેકટર છે તેને ખાળવા ખૂબ જરી છે. કેટલાક સભ્યો ને બાદ કરતાં મોટાભાગના નવા ચહેરા તો અમુક ને પહેલી વખત મંત્રી બનાવે અને જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું સ્પષ્ટ્ર માનવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ ની ટીમ માં કોણ આવશે તેને લઈને પાટનગરમાં જોરશોર થી ચર્ચા ચાલી રહી છે.

 


મંત્રીમંડળમાં ૨૨ જેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી શકયતા છે જેમાં ત્રણ મહિલાઓને સ્થાન મળશે એમ પણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત રાયનું શાસન પુરપાટ ઝડપે ચલાવવા ભુપેન્દ્ર પટેલ ને વફાદાર રહે તેવા સાથીઓ ની જર છે જેની યાદી અમિત શાહને તેમણે સોંપી દીધી છે.

 

 

નીતિનભાઈ પટેલ અને અમિત શાહ વચ્ચે બંધબારણે ગાંધીનગર સકિર્ટ હાઉસમાં બેઠક
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ વચ્ચે ગાંધીનગર સકિર્ટ હાઉસમાં બંધબારણે બેઠક થઇ હતી અને આ બેઠકમાં અમિત શાહ પાસે નીતિનભાઈ પટેલે ઉભરો ઠાલવ્યો હતો. અને મોવડી મંડળ સામે આક્રોશ વ્યકત કર્યેા હતો તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
આગામી મંત્રીમંડળમાં નીતિનભાઈ ને બાદબાકી કરવામાં આવે તેવા સ્પષ્ટ્ર સંકેતો મળતાની સાથે જ નીતિનભાઈ પોતાને ભાજપના કાર્યકર અને મતદારોના દિલમાં સ્થાન હોવાનું ગીત ગાવા લાગ્યા હતા.

 


સરકારના મંત્રાલયમાં સન્નાટો માત્ર સીએમ ઓફિસ ચાલુ રહી
પૂર્વ મુખ્યમંત્રી વિજય પાણીએ તેમની સરકાર વિખેરીયા બાદ ગઈકાલે સ્વર્ણિમ સંકુલ મા સન્નાટો વ્યાપેલો હતો સમગ્ર દિવસ દરમિયાન મંત્રીના કાર્યાલયમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો હાજર હતા હવે મંત્રીપદ રહેશે કે જશે તેના સતત ભય ની અનુભૂતિ થતી હતી ગઈકાલે સમગ્ર સ્વર્ણિમ સંકુલમાં એક વિશિષ્ટ્ર પ્રકારનો સન્નાટો જોવા મળ્યો હતો તો બીજી બાજુ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નું કાર્યાલય સમગ્ર દિવસ દરમિયાન ધમધમતું રહ્યુ હતું સવાર માં આવેલા વર્ગ–૪ના કર્મચારીઓ સાફ–સફાઈ અને નવા મુખ્યમંત્રી ને આવકારવા ફલોની સજાવટ કરી રહ્યા હતા બીજી બાજુ આવનારા મુખ્યમંત્રીના આવકારવા એક પ્રકારની અસમંજસ અધિકારીઓ અનુભવી રહ્યા હતા.

 


આનંદીબેનના આગમન પૂર્વે અમિત શાહના મંત્રીઓ મંત્રીમંડળમાં ગોઠવાઈ જશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રદેશ ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કર્યા ત્યારથી લઈને અત્યાર સુધીના ઘટનાક્રમમાં તેમણે આનંદીબેન પટેલના નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આનંદીબેન ના આશીર્વાદ મારી પર છે અને હતા અને રહેશે. આગામી તારીખ ૧૮ મી એ ઉત્તર પ્રદેશના રાયપાલ આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા અમિત શાહ પોતાના  મંત્રીઓને મંત્રીમંડળમાં ગોઠવી દેશો.તે વાત નિશ્ચિત છે. અત્રે નોંધવું જરી છે કે ઉત્તર પ્રદેશના રાયપાલ આનંદીબેન પટેલ આજે ગુજરાત આવે તેવી સંભાવના હતી પરંતુ નજીકના સૂત્રોનું માનીએ તો શનિવારે તારીખ ૧૮મીએ આનંદીબેન ગુજરાત આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application