વડોદરા : 55 વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મોત

  • April 02, 2020 08:50 AM 680 views

 

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રાજ્યમાં ચિંતાજનક વધારો નોંધાયા બાદ આજે રાજ્યમાં વધુ એક દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. 

 

વડોદરામાં વહેલી સવારએ એક દર્દીનું મોત નીપજ્યું છે. વડોદરાના નિઝામપુરામાં રહેતા આ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી શ્રીલંકાની હતી. 55 વર્ષીય આ દર્દીના પરીવારના અન્ય સભ્યોને પણ કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે. આ દર્દીના મૃત્યુ સાથે રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 7 થયો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application