વડોદરામાં એક સાથે નોંધાયા 17 પોઝિટિવ કેસ, નાગરવાડા વિસ્તાર રેડ ઝોન જાહેર

  • April 09, 2020 09:45 PM 3004 views

 

ગુજરાતમાં અચાનકથી કોરોનાના પોઝિટિવ કેસનો વિસ્ફોટ થયો હોય તેમ જણાય છે. 9 એપ્રિલની સવારથી રાત સુધીમાં કુલ 93 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપેલી વિગતો બાદ વડોદરામાં એક સાથે 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 279 થયો છે. 

 

વડોદરામાં નોંધાયેલા કેસ અંગે જિલ્લા કલેકટરના જણાવ્યા પ્રમાણે જે શંકાસ્પદ દર્દીના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે આ અગાઉ નોંધાયેસા 4 પોઝિટિવ કેસ સાથે આજના દિવસના પોઝિટિવ કેસોની સંખ્યા 39 થઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે માસ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પૈકી આ 17 પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં માસ સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી રહી છે.

 

સૌથી ચિંતાજનક સ્થિતિ અત્યાર સુધી અમદાવાદની લાગતી હતી પરંતુ હવે વડોદરા શહેર પણ ચિંતા વધારી રહ્યું છે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવતાં આ વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application