જામનગર-કાલાવડ હાઇવે મોડપર ગામ આગળ તા. ૨૧ના ટ્રકના ચાલકે બેદરકારીથી ચલાવીને બે કારને હડફેટે લેતા મહિલા સહિતના ૭ વ્યકિતઓને શરીરે ઇજા પહોચી હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી, આ અંગે ટ્રકચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર મુરલીધરનગર શેરી નં. ૧૧માં રહેતા મુળ ખારાવેઢાના હિતેશ આંબાભાઇ ભંડેરી (ઉ.વ.૪૦) નામનો યુવાન, તેમના પત્ની, તેમના બાળકો તથા તેમની ભાભી ફોરવ્હીલ કાર નં. જીજે૧૦ડીએન-૨૯૦૬માં બેસી તથા તેમના કુટુંબી ભાઇ જયેશભાઇ તથા તેમના પત્ની સંગીતાબેન તથા દિકરી હિતેશા, દિકરો ધ્રુવીક તથા વહુ અનિલાબેન અને ભત્રીજો જેનીલ આ બધા જયેશભાઇની ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦ડીએન-૪૯૦૭માં બેસીને તા. ૨૧ના રોજ ખારાવેઢા ગામથી પોતાના ઘરે પરત જવા માટે નીકળ્યા હતા.
ફરીયાદી પોતાની કાર આગળ ચલાવતા હતા તેમની પાછળ જયેશભાઇની કાર આવતી હતી, દરમ્યાન મોડપર ગામ પહેલા સામેેથી ટ્રક નં. જીજે૩એડબલ્યુ-૪૨૦૩ના ચાલકે પોતાની ટ્રક બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી કારને સામેથી ઠોકર મારી હતી અને પાછળ આવતી કાર હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં હિતેશભાઇને કપાળના ભાગે, જયેશભાઇને ગોઠણના ભાગે, સંગીતાબેનને પગમાં ફ્રેકચર, માથામાં ઇજા, હિતીશાને હાથમાં ફ્રેકચર, ધ્રુવીકને છોલછાલ અને અનિલાબેનને શરીરે ઇજા અને ડાબા હાથમાં ફ્રેકચર, જેનીલને માથાના ભાગે ઇજાઓ પહોચાડી હતી, ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, આ અંગે હિતેશભાઇએ પંચ-એમાં ટ્રકચાલક સામે ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech