માણેકવાડાની સીમમાં જુગાર રમતા સાત શખસો ઝડપાયા

  • June 19, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન માણેકવાડા ગામની સીમમાં સરકારી વિડમાં જુગાર રમી રહેલા સાત શખસોને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ૬૧,૯૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી પોલીસ મથકના એ.એસ.આઈ એન.એન.ઝીબ્બા, કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે માણેકવાડાની સીમમાં આવેલી સરકારી વીડમાં જુગાર રમી રહેલા સાત શખસોને ઝડપી લીધા હતા અને પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા ૬૧,૯૦૦ કબજે કર્યા હતા.
પોલીસે જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ચકા બચુભાઈ મકવાણા (ઉ.વ ૪૫ રહે. કનેસરા,જસદણ),જીતેન્દ્રસિંહ જયરાજસિંહ જાડેજા (ઉ.વ ૩૦ રહે. માણેકવાડા), મહેશ ઘુસાભાઈ સોરઠીયા (ઉ.વ ૪૦ રહે. કોટડાસાંગાણી), જયપાલસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ.વ ૪૨ રહે.માણેકવાડા),અશ્વિન કનુભાઈ માનસરા (ઉ.વ ૩૧ રહે. મોટામાંડવા), પ્રવીણ નાનજીભાઈ કાકડીયા (ઉ.વ ૪૬ રહે.માણેકવાડા) મકન રણછોડભાઈ વેકરીયા (ઉ.વ ૪૬ રહે. મોટા માંડવા)નો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS