21 જુલાઈથી થશે સાત જ્યોતિર્લિંગોમાં શ્રાવણ માસનું પૂજન-અર્ચન, પાંચમાં શ્રાવણ માસ પ્રારંભ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આપણા દેશમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે. જેના દર્શનનો મહિમા અનન્ય છે. આપણા દેશમાં 12માંથી 5 જ્યોતિર્લિંગ માટે શાંત મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યારે અન્ય સાત જ્યોતિર્લિંગો માટે શ્રાવણ મહિનાની શરૂઆત 21 જુલાઈથી થવા જઈ રહી છે. આ રીતે અલગ અલગ સમયે શ્રાવણ મહિનો શરૂ થવા પાછળનું કારણ શું છે ? ચાલો તે વિશે જાણીએ.

 


હિંદુ પંચાંગ વ્યવસ્થા પ્રમાણે દર વર્ષે આ પ્રમાણે શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવતી હોય છે. દેશના ઉત્તર મધ્ય અને પૂર્વ રાજ્યોમાં પૂર્ણિમા બાદ નવા હિન્દુ મહિનાનો પ્રારંભ થાય છે. જેને પૂર્ણિમાંત મહિનો કહેવામાં આવે છે. મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજયોનો સમાવેશ થાય છે. અહીં 6 જુલાઈથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

 


 જ્યારે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં અમાસના બીજા દિવસથી નવા મહિનાનો પ્રારંભ થાય છે જેને અમાંત મહિનો કહેવામાં આવે છે. જેના કારણે દર વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તામિલનાડુના સહિત દક્ષિણ ભારતમાં ત્રણ મહિનાની શરૂઆત 15 દિવસ પછી થતી હોય છે. માટે આ રાજ્યોમાં આવેલા સાત જ્યોતિર્લિંગોમાં પૂજન-અર્ચન 21 જુલાઈથી કરવામાં આવશે.

 

આ ઉપરાંત નેપાળ અને તેની પાસે ના રાજ્યો અને હિમાચલ પ્રદેશના થોડા ભાગોમાં કેલેન્ડર પ્રમાણે તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. એટલે આ જગ્યા પર પંચાંગમાં શ્રાવણ મહિનાની તારીખો અલગ-અલગ આપવામાં આવી હોય છે. આ માટે શ્રાવણ મહિનાની તારીખ અને તિથિ મુજબ પ્રારંભમાં15 દિવસનું અંતર જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS