મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસના સાત કર્મચારીઓ કોરોના સંક્રમિત

  • March 18, 2021 04:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લામાં કોરોના કેસો ફરી વધી રહ્યા છે ત્યારે વધુ એક માઠા સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસના સાત કર્મચારીઓ તાજેતરમાં કોરોના સંક્રમિત થયા છે મોરબી પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા પોસ્ટમેન સહિતના સાત જેટલા કર્મચારીઓ કોરોના પોઝીટીવ હોવાની માહિતી મળી છે જેમાં છેલ્લા ચારથી પાંચ દિવસના ટૂંકાગાળામાં સાત કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે ઉપરાંત કચેરીના અન્ય કર્મચારીઓ પણ બીમાર હોય જેથી કામગીરી પ્રભાવિત થઇ છે અને પોસ્ટ ઓફીસના સાત કર્મચારીઓ કોરોના પોઝીટીવ હોવાથી કચેરીના અન્ય સ્ટાફમાં પણ ભયનો માહોલ છવાયો છે  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS