મુંબઈમાં ઓક્સિજનના અભાવે ખાનગી હોસ્પિટલમાં સાત ગંભીર દર્દીઓના મૃત્યુ

  • April 13, 2021 11:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં રમઝાન માસ માટે ગાઈડલાઈન, કોઈ પ્રકારના સ્ટોલ નાખવાની મનાઈ

 


કોરોનાવાયરસ મહામારી મહારાષ્ટ્ર અને મુંબઈમાં વધુ ઘાતક બની રહી છે અને સૌથી મોટી કરુણતા એ છે કે ઓક્સિજનના અભાવને લીધે હવે ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે. મુંબઈ ખાતે નાલાસોપારા ની વિનાયક હોસ્પિટલ માં ઓક્સિજન ના અભાવે સાત જેટલા ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ ગયાની ઘટના બહાર આવી છે.

 


આ તમામ સાત દર્દીઓના સ્વજનોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી અને પોલીસને દોડી જવું પડ્યું હતું. જોકે હોસ્પિટલના તબીબોએ મીડિયાને એમ કહ્યું છે કે આ તમામ સાત અજાયબીઓ ગંભીર અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ખૂબ જ ક્રિટિકલ હતા અને શ્વાસ લેવામાં સતત તેમને તકલીફ પડી રહી હતી.

 


હોસ્પિટલના સંચાલકોએ એવી ચોખવટ કરી છે કે ઓક્સિજન ના આધારે દર્દીઓના મૃત્યુ થયાની વાત ખોટી છે પરંતુ દર્દીઓના સ્વજનો દ્વારા ઓક્સિજન ના અભાવે જ મૃત્યુ થયાનું  જણાવવામાં આવી રહ્યું છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 


દરમિયાનમાં મહારાષ્ટ્રમાં રમઝાન માટે ખાસ લાઈન જારી કરવામાં આવી છે અને ખાસ પ્રકારના કોઈ સ્ટોલ રાખી શકાશે નહીં તેમજ રોજુ છોડવાની વિધિ તેમજ નમાજ ઘરે જ કરવાની રહેશે. જો નિયમનો ભંગ થશે તો આકરામાં આકરી કાર્યવાહી કરવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

 


મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાત હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 43 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે એ જ રીતે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 51 હજાર થી નવા કેસ બહાર આવ્યા છે અને 248 દર્દીઓના મૃત્યુ થયા છે.

 


મહારાષ્ટ્રમાં રસીની ખેંચ છે તેની ફરિયાદ કેન્દ્ર સરકાર ને કરવામાં આવી હતી પરંતુ વાસ્તવમાં મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ઓક્સિજન પણ સમાપ્ત થઈ રહ્યું છે તેવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઇ છે અને મુંબઈના નાલાસોપારા ખાતેની હોસ્પિટલમાં જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર ગણવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં ઓક્સિજન ક્યાં કેટલું રહ્યું છે તેની પણ ચકાસણી હાથ ધરવી પડે તેવી સ્થિતિ છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS