ઓટીટી પર ફિલ્મોની  હોમ ડીલેવરીનો પ્રારંભ; લક્ષ્મીબોમ્બ, ભુજ, સડક 2 અને બીગબૂલ વિશે શું જણાવ્યું આ સિતારાઓએ

  • June 30, 2020 10:47 AM 233 views

 

કોરોના સંક્રમણ કાળમાં ભારતમાં લોન્ચ થયેલ ઓટીપી પ્લેટફોર્મ એ દેશમાં મોબાઇલ પર  ફિલ્મો રિલિઝ કરવાની સ્પર્ધાને વધારે મજબૂત બનાવી દીધી છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સીતાબો દ્વારા પ્રારંભ થયો તેની સામે સ્પર્ધામાં રહેલી ફિલ્મમાં અભિષેક બચ્ચનની ફિલ્મ બીગબુલનો પણ સમાવેશ થાય છે હિન્દીની સાત મોટી ફિલ્મો સીધા ઓટી પર રિલીઝ કરવાનું એલાન સોમવારે સાંજે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું.

 

પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા અભિનેતા વરુણ ધવને આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અક્ષય કુમાર અજય દેવગણ આલિયા ભટ્ટ અને અભિષેક બચ્ચન સાથે વાતચીત કરી હતી. આચાર્ય ફિલ્મી સિતારાઓ મીડિયાની સામે રજૂ થયા હતા. કલાકારોની સિનિયોરીટીને ધ્યાનમાં રાખીને આ થોડું અજુગતું લાગ્યું કારણકે અભિષેકે મંગળવારે સિનેમા વીસ વરસ પૂર્ણ કર્યા છે, અને આલિયા તેની ઘણી નજીક છે વરુણ ધવન આ વકબટે એક કે બે વખત ભૂલી ગયા કે તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠા છે અને તેમન પ્રશ્નથી તેઓ ભટકી ગયા હતા.

 

અક્ષય કુમાર  લોકડાઉનમાં ઘણા સક્રિય રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે વરુણ ધવનના પિતાના તેના મિત્ર રહ્યા છે,  તેનાથી પ્રારંભ કર્યો અને વરુણે એ જ પ્રમાણમાં વાતચીત પણ કરી પોતાની ફિલ્મ લક્ષ્મી બોમ્બ વિશે જણાવતા તેમણે જણાવ્યું કે સાડી એક ખૂબ જ સૌમ્ય વસ્ત્ર પરિધાન છે. અને જે લોકો તેને પહેરી અને સારું કામ કરી શકે છે તેઓના માટે તેના મનમાં પહેલાથી જ સન્માન હતું. જે આ ફિલ્મ કર્યા બાદ વધારે થઈ ગયું છે. સાડી પહેરીને આ ફિલ્મનું શૂટિંગ કરવામાં સામનો કરવો પડ્યો હતો તે અક્ષય કુમારે જણાવ્યું હતું.

 

આ વર્ષે લોકડાઉનની પહેલા સૌથી મોટી હિટ ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર બાદ અજય દેવગનની આગામી ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા સીધા ઓટીટી પ્રથમ પર રિલીઝ થવા જઈ રહી છે, ફિલ્મની વાર્તા ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વચ્ચેની એક ઘટના પર છે, જેમાં ભુજ શહેરને  બચાવવા માટે કેટલાક લોકોએ  રાતોરાત એક એરસ્ટ્રીપ તૈયાર કરી દીધી હતી. આ ફિલ્મ અજય દેવગન સાથે સંજય દત્તને સોનાક્ષી સિંહા પણ મહત્વની ભૂમિકામાં છે.

 

આલિયા ભટ્ટ પોતાની ફિલ્મનું પોસ્ટર જાહેર કરતા એ જણાવ્યું હતું કે તેમાં કૈલાશ પર્વતને દેખાવાનું કારણ શું છે? તેણે જણાવ્યું હતું કે સડક 2 એક નવી ફિલ્મ યુનિવર્સને આગળ વધારવાનું કામ કરશે. ફિલ્મમાં પોતાના પિતા મહેશ ભટ્ટ  સાથે કામ કરવાના પોતાના જીવનનું મહત્વનો પડાવ ગણાવ્યો હતો, અને આલિયાએ ભટ્ટ કેમ્પની ફિલ્મો પર વધારે મહત્વ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ કૅમ્પની એક ફિલ્મના ગીત પર અભિનય કરવાનું તેનું સપનું પૂર્ણ થયું છે.

 

 અભિષેક બચ્ચને પ્રેસ કોંફરન્સના પ્રારંભ અંગ્રેજી  ભાષા  સાથે કર્યો હતો, અને અંગ્રેજીનું ઉચ્ચારણઘણું બધું અમેરિકન લાગ્યું ધીરે ધીરે તેમને લાઈન પકડી અને પોતાની ફિલ્મ વિશે જણાવવાની શરૂઆત કરી હતી, અને પછી હિન્દી તરફ આવ્યા હતા, અભિષેકની ફિલ્મ બીગબુલ શેર બજારના સૌથી મોટા ગોટાળા પર બની હોવાનું જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application