પોરબંદરમાં રાજીવગાંધીની પૂણ્યતિથિ નિમિતે સેવાકાર્યેા યોજાયા

  • May 22, 2020 03:06 PM 128 views

પોરબંદર જીલ્લા કોંગ્રેસ અને જીલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાજીવગાંધીની પૂણ્યતિથિ નિમિતે વિવિધ સેવાકાર્યેાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ.


જીલ્લા કોંગ્રેસ દ્રારા આયોજન
ભારતના પૂર્વવડાપ્રધાન રાજીવ ગાંધીની ર૯ મી પૂણ્યતિથિ નિમિતે પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તથા તેમની ટીમ દ્રારા પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ તેમજ લેડી હોસ્પિટલના દર્દીઓની મુલાકાત લીધી તેમજ દર્દીઓને નારીયલ પાણીનું વિતરણ કર્યુ હતું તેમજ એક વૃધ્ધ મહિલાનું કોઇ પરિવારના હોય નાથાભાઇ ઓડેદરા દ્રારા તેમની જવાબદારી સ્વ્ીકારી તેમના ભાઇ તરીકે સહી કરી આપી તેમની સારવાર ચાલુ કરાવી અને જમવાની વ્યવસ્થા કરી આપી તેમજ બીજા તમામ દર્દીઓના ખબર પુછયા અને જરૂરીયાતમદં દર્દીઓને આર્થિક સહાય પણ કરી. જેમાં શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ આનંદભાઇ પુંજાાણી,  કોંગ્રેસ આગેવાન વિશાલભાઇ બારાઇ, જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી ગગનભાઇ થાપલીયા, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહત્પલભાઇ ચુડાસમા, સોશ્યલ મીડીયા કો.ઓર્ડીનેટર આનંદભાઇ નાંઢા, યુથ કોંગ્રેસ મહામંત્રી ઇરફાનભાઇ બુખારી, કોંગ્રેસ આગેવાન લખમણભાઇ રબારી સહિતના જોડાયા હતા.


જીલ્લા યુવક કોંગ્રેસ દ્રારા આયોજન
હાલ કોરોના મહામારીમાં સમગ્ર વિશ્ર્વ લડી રહ્યો છે, લોકોને એક દિવસનું જમવાનું મળવું પણ મુશ્કેલ થઇ ગયું છે ત્યારે ઘણા લોકો અને સંસ્થાઓ તેમને મદદ પહોંચાડી ઉપયોગી થયા છે. રાહત્પલ ગાંધી દ્રારા જયારે દેશમાં ચુંટણીનો માહોલ હતો ત્યારે દરેકના ખાતામાં વર્ષે ૭૨૦૦૦ આવે તે માટે ન્યાય યોજના લાવવાની વાત કરી હતી ત્યારે આજે દેશમાં આ સંકટમાં જરૂરીયાતમદં પરિવારોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે આવા જરૂરીયાતમદં લોકોને હાલ સહાયની જરૂર હોય તો તેમની ૬ મહિનાની સહાય ન્યાય યોજના રૂપે મળે તેવી સરકાર સમક્ષ માંગ કરાઇ છે. આજે સ્વ. રાજીવ ગાંધીની ર૯ મી પૂણ્યતિથિ પર દેશમાં યુવક કોંગ્રેસ દ્રારા સમગ્ર દેશમાં એક દિવસનો જરૂરીયાતમંદને ન્યાય સહાય કરી તે ભાગરૂપે પોરબંદર યુવક કોંગ્રેસ દ્રારા પણ જરૂરીયાતમદં પરિવારને એક દિવસનો ન્યાય આપવામાં આવ્યો હતો. જેમાં ર૯ પરિવારને ર૦૦ સહાય અને ન્યાય યોજના બાબતે વાકેફ કરાયા હતા તે ઉપરાંત સરકાર સમક્ષ માંગણી કરી હતી કે, હાલની પરિસ્થિતિ જોતા સરકારે ૬ મહિનાનો ન્યાય જરૂરીયાતમદં પરિવારને આપવો જોઇએ. એટલે ૩૬૦૦ સીધા લોકોના ખાતામાં ળી રહે તે માંગણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, ગુજરાત પ્રદેશના મહામંત્રી સંદીપભાઇ ઓડેદરા, જિલ્લા ઉપપ્રમુખ રાહત્પલભાઇ ચુડાસમા, શહેર ઉપપ્રમુખ આનદં પુંજાણી, તાલુકા ઉપપ્રમુખ રણજીતભાઇ કારાવદરા, જિલ્લા મહામંત્રી દિપકભાઇ ઓડેદરા, જિલ્લા મહામંત્રી ગગનભાઇ થાપલીયા, શહેર મહામંત્રી ઇરફાન બુખારી અન્ય યુવક કોંગ્રેસના કાર્યકર મિત્રો જોડાયા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application