રાજકોટમાં મેટ્રો રેલ જેવી મેટ્રો લાઈટ-મેટ્રોનિયો જેવી સેવા શરૂ કરાશે

  • March 03, 2021 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નીતિન પટેલેલે કહ્યું હતું કે, અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં જે રીતે મેટ્રોરેલ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં મેટ્રો લાઈટ-મેટ્રોનિયો જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા શરૂ કરવાનું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે અને આ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ફાયરબ્રિગેડ માટે આધુનિક સાધનો ખરીદવા માટે 39 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પ્રસિધ્ધ અંબાજીના સર્વગ્રહી વિકાસ માટે  સરકારે પાંચ કરોડ પિયાની જોગવાઈ કરી છે.

 


સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, સ્વચ્છ શહેરની બાબતના સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ ક્રમે, સુરત બીજા ક્રમે અને રાજકોટે ચોથો ક્રમ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS