એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા: બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, એમએન્ડએમના શેર ઘટ્યા
ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. બપોરે સેન્સેક્સ1210 પોઈન્ટ વધી51505 ઉપર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી338 પોઈન્ટવધી 15257 ઉ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, એસબીઆઇ, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફિનસર્વ 3.78 ટકા વધી 10249.05 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઇ 3.07 ટકા વધી 406.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 1.24 ટકા ઘટી 3899.90 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.12 ટકા ઘટી 7134.15 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 0.69 ટકા ઘટી 853.95 પર કારોબાર કરી રહ્યો છે.
યસ બેન્કના શેરહોલ્ડર્સે બેન્કને 10 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે. બેન્કે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે લગભગ 98.78 ટકા વોટ ઈક્વિટી શેર કે બીજા સિક્યોરિટીઝ બહાર પાડવાના પક્ષમાં આપવામાં આવ્યા છે. બીએસઇમાં શેર હલકા વધારા સાથે 16.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
સતત પાંચમાં મહિનાના વધારા સાથે સર્વિસ મેનેજિંગ ઈન્ડેક્સ(પીએમઆઇ) ફેબ્રુઆરીમાં 55.3 પર પહોંચ્યો, આ જાન્યુઆરીમાં 52.8 રહ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરી પછી અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે છે. ફેબ્રુઆરી 2020માં 57.5 રહ્યો હતો. અમેરિકાના બજાર ભલે ગઈકાલે ઘટાડા સાથે બંધ થયા હતા, જોકે વિશ્વભરના અન્ય શેરબજારોમાં ખરીદી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 118 અંક વધી 29527 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં પણ વધારો છે. આ પહેલા યુરોપ્ના બજાર પણ હલકા વધારા સાથે બંધ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech