શેરબજારમાં પ્રાણ ફંકાયો: સેન્સકસ ૧૩૦૦ પોઈન્ટ ઉછળ્યો

  • March 24, 2020 12:02 PM 307 views

નિફટીની પણ આગેકૂચ: રૂપિયો બન્યો મજબૂત

છેલ્લા ઘણા દિવસોથી મંદીનો માર સહન કરી રહેલું ભારતીય શેરબજાર આજે ઉછાળા સાથે ખુલતાં રોકાણકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આજે ખુલતી બજારે જ સેન્સેકસમાં ૧૩૦૦ પોઈન્ટની તેજી જોવા મળી હતી. સાથે સાથે નિફટીએ પણ આગેકૂચ કરી હતી. જો કે થોડી વાર બાદ તેજીમાં ઘટાડો થતો ગયો હતો અને હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૨૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૧૮૨ અને નિફટી ૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૬૮ ઉપર કારોબાર કરી રહ્યો છે.
આજે સવારના કારોબારમાં નિફટીના ૫૦ શેરો પૈકી ૪૮ શેરો પોઝીટીવ અને બે શેરો નેગેટિવ કારોબાર કરી રહ્યા હતા. ખાસ કરીને બજાજ ફિનસર્વ, વેદાંત, સિપ્લા, એચયુએલ, બજાજ ફાયનાન્સ, અદાણી પોર્ટ અને આરઆઈએલના શેરોમાં તેજી જોવા મળી હતી.
બીજી બાજુ વૈશ્ર્વિક બજારોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે જે અનુસાર એસ એન્ડ પીમાં ૩ ટકા, ટોકયો, સીડની અને હોંગકોંગના બજારો બે ટકા અને કોરિયન બજારોમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
બીજી બાજુ ભારતીય રૂપિયો આજે ડોલર સામે ૧૨ પૈસા મજબૂત બની કારોબાર કરી રહ્યો છષ.