શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ સેન્સેક્સમાં ૨૪૦૦ પોઈન્ટનો ઉછાળો

  • April 07, 2020 04:01 PM 776 views

ત્રણ દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે ખુલેલા ભારતીય શેરબજારમાં પ્રારંભે જ ૧૩૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. શનિ-રવિ બંધ રહ્યા બાદ સોમવારે મહાવીર જયંતીના તહેવારને લીધે બજાર બંધ હતું. જ્યારે આજે ખુલતાની સાથે જ બજારમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સના તમામ ૩૦ અને નિફટીના તમામ ૫૦ ઈન્ડેક્સ પોઝીટીવ કારોબાર કરી રહ્યા છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૪૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૩૦૦૦૫ અને નિફટી ૬૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૭૭૬ ઉપર કારોબાર કરી રહ્યો છે.શુક્રવારે કારોબારના અંતિમ દિવસે બજાર કડાકા સાથે બંધ થયું હતું અને સેન્સેક્સમાં ૬૭૪ અને નિફટીમાં ૧૭૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 


દરમિયાન આજે બજારમાં તેજીના સારા સંકેતો દેખાઈ રહ્યા છે. પાછલા સપ્તાહે ક્રૂડ ઓઈલની કિંમત ૧૮ વર્ષના ન્યુનત્તમ સ્તર ૨૧ ડોલર સુધી પહોંચી હતી. તેના મુકાબલે પાછલા એક સપ્તાહમાં કિંમતમાં ૪૦ ટકા તેજી આવી હતી. ગુરૂવારે સાઉદી અરબ અને રશિયા વચ્ચે તેલ ઉત્પાદનમાં કાપ મુકવાની સમજૂતિ થઈ શકે છે. આ સંભાવનાને કારણે એપ્રિલમાં સતત ક્રૂડ ઓઈલનો ભાવ સુધરી રહ્યો છે. અત્યારે ક્રૂડ ઓઈલનો ભાવ ૩૪ ડોલર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે.આ ઈતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત પર સંકટ બાદ સુધારો થયો છે ત્યારે ત્યારે શેરબજારમાં તેજી નોંધાઈ છે. ગઈકાલે અમેરિકી શેર માર્કેટ સહિત એશિયન બજારોમાં જોરદાર તેજી જોવાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application