સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો: નિફ્ટી 14800ની નીચે

  • February 22, 2021 09:41 PM 230 views


મહારાષ્ટ્રમાં સંભવિત લોકડાઉનની અસર: ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ અને કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવામાં આવશે તેવી ભીતિના પગલે ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તોતિંગ કડાકો બોલી ગયો છે.. આજે બપોરે સેન્સેક્સ 1113 પોઈન્ટ ઘટી 49861 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 269 અંક ઘટી 14711 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર લાર્સન, મારુતિ સુઝુકી, એક્સિસ બેન્ક,એચડીએફસી , એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લાર્સન 2.64 ટકા ઘટી 1468.00 પર કારોબાર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી 1.79 ટકા ઘટી 7197.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે, ઓએઙ્ગજીસી,એચડીએફસિ બેન્ક, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઓએઙ્ગજીસી 2.57 ટકા વધી 107.80 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક 1.76 ટકા વધી 1565.95 પર કારોબાર કરી રહ્યો છે.
એક્સચેન્જ પર 2510 શેરોમાં કારોબાર થઈ રહ્યો છે, એમાંથી 1131 શેર વધારા અને 1245 ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. લિસ્ટેડ  કંપ્નીઓની માર્કેટ કેપ 203.05 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે એ 203.98 લાખ કરોડ રૂપિયા હતી.

 


દેશમાં આર્થિક સુધારા અને બજેટથી બનેલા સેન્ટિમેન્ટને કારણે રોકાણકારોએે જોરદાર રોકાણ કર્યું છે. ડિપોઝિટરીઝના ડેટા મુજબ, 1-19 ફેબ્રઆરીની વચ્ચે ફોરેન પોર્ટફોલિયા ઈન્વેસ્ટર્સએ 24965 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઈક્વિટી માર્કેટમાં 24204 કરોડ રૂપિયા અને ડેટા કે મની માર્કેટમાં 761 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

 


ગ્લોબલ માર્કેટમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 187.08 અંક અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 67.27 અંક પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં યુરોપ અને અમેરિકાનાં શેરબજારો પણ ફ્લેટ બંધ થયાં હતાં.

 


શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 434 અંકના ઘટાડા સાથે 50,889.76 પર અને નિફ્ટી 137 અંક ઘટી 14,981.75 પર બંધ થયો હતો.એઙ્ગએસઈ ના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 118.75 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1,174.98 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application