બાન, બાલાજી, જ્યોતિ અને ફાલ્કન કંપનીની કમર્ચારીઓ માટે સંવેદના

  • March 24, 2020 01:25 PM 504 views

 

કોરોના વાયરસ એ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે સાથોસાથ લાગણી, માનવતા અને સંવેદના પણ જીવંત થઈ છે. કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને રાજકોટના ઘણા ઉદ્યોગકારોએ તેમના કર્મચારીઓને બે મહિનાનો એડવાન્સ પગાર અને જીવન જરૂરિયાતની કીટ પણ આપી છે. આવા ઉદ્યોગપતિ સમાજ માટે પ્રેરણારૂપ બન્યાં છે.કોરોના વાઇરસ સામે લડત ચલાવવા માટે રાજ્ય સરકારના આદેશનું પાલન કરીને ઓદ્યોગિક વસાહતો બંધ રાખવા માટે સહમતી દાખવી હતી ત્યારે આ વેપાર-ઉદ્યોગ બંધ રહે તો કર્મચારીઓ ને સધિયારો આપવા માટે બાન લેબ, જ્યોતિ સી.એન.સી, બાલાજી વેફર, ફાલ્કન જેવી અનેક કંપનીઓના સૂત્રધારો તેમના કર્મચારીઓ અને પરિવારજનો માટે સહયોગી બન્યા છે.


સૌપ્રથમ જનતા કરફ્યુ અને ત્યાર બાદ લોક ડાઉન ની પરિસ્થિતિમાં સૌથી વધુ અલગ અલગ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ થયા હતા. ત્યારે બાન લેબ ના મોલેશ ભાઈ ઉકાણી, જ્યોતિ સી.એન.સી ના પરાક્રમસિંહ જાડેજા, બાલાજી વેફર્સના ભીખુભાઈ વિરાણી સહિત કંપનીઓના માલિકોએ આવા કર્મચારીઓના હૈયે હામ આપી હતી અને કોરોના ની પરિસ્થિતિમાં વધુ સમય કંપનીઓ બંધ રહેતો તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલે તે માટે બે મહિનાનો એડવાન્સ પગાર અને જીવન જરૂરી વસ્તુઓ આપી હતી તેમજ કંપનીના કોઈપણ કર્મચારી ને કોઈ પણ પ્રકારની મદદ ની જરૂર પડે તો કંપની તેમને પૂરેપૂરો સહકાર આપશે તેવો વિશ્વાસ પણ આપ્યો હતો એટલું જ નહીં આ વાઇરસ સામે સાવચેતીના પગલાં ભરવા પણ સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત અનેક કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને સેનિતાઈઝર અને હેન્ડવોશ સહિતની આવશ્યક વસ્તુઓ પણ આપવામાં આવી છે.બાન લેબ દ્વારા કર્મચારીઓને બે મહિનાના એડવાન્સ પગાર ઉપરાંત મૌલેશભાઈ ઉકાણી દ્વારા અનાજ કરિયાણુ અને તેલના ડબ્બા પણ આપવામાં આવ્યા હતા.