બે રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે ?

  • July 12, 2021 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણીવાર આપણે કબાટમાં પડેલા જૂના સિક્કાને નકામા ગણી તેના પર ધ્યાન આપતા નથી અને તે ઘણાના એક ખૂણામાં પડી રહે છે. પરંતુ જો આવા જૂના સિક્કા પર તમે થોડું ધ્યાન આપો તો તે તમને લખપતિ બનાવી શકે છે. 

 

છેલ્લા ઘણા સમયથી જૂની નોટ અને સિક્કાની ડિમાન્ડ ખૂબ વધી છે. જેના કારણે એવા લોકો જેમને જૂની નોટ અને સિક્કા કલેક્ટ કરવાનો શોખ હોય છે તે માલામાલ થઈ રહ્યા છે.

 

આવો જ એક સિક્કો છે 2 રૂપિયાનો. આ સિક્કો જો તમારી પાસે હોય તો તેને ઓનલાઈન વેંચી અને તમે 5 લાખ રૂપિયા કમાઈ શકો છો. તેના માટે તમારે થોડી મહેનત કરવી પડશે. 

 

2 રૂપિયાનો આ સિક્કો વર્ષ 1994નો છે. સિક્કા પાઠળ ભારતનો ધ્વજ બનેલો છે. ક્વિકર વેબસાઈટ પર આ સિક્કોને રેર હોવાની વાત સાથે 5 લાખ રૂપિયા તેના મળી શકે તેમ જણાવ્યું છે. જ્યારે આઝાદી પહેલાનો ક્વીન વિક્ટોરિયાનો એક રૂપિયાનો સિક્કો જો હોય તો તેના 2 લાખ રૂપિયા મળે છે. 

 

જો કે અહીં એક રૂપિયાના એવા સિક્કા વિશે પણ જણાવાયું છે જેની કીંમત 9 લાખ રૂપિયા સુધી લગાવવામાં આવી છે. આ સિક્કો જોર્જ વી કિંગ એમ્પરરની છાપ વાળો 1918 દરમિયાનનો છે. જેની કીંમત 9 લાખ રૂપિયા છે. 

 

આ સિક્કાની ખરીદી અને વેચાણ ઈ કોમર્સ વેબસાઈટ ક્વિકર પર થાય છે. આ ઉપરાંત ઓલેક્સ પર પણ આવા સિક્કા ખરીદવામાં અને વેંચવામાં આવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021