પસંદગીકારો એ જે તકલીફ હોય તે જણાવવી જોઈએ : સુરેશ રૈના

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


લોકડાઉનના  સમયમાં ક્રિકેટરો તેમના ચાહકો સાથે ઓનલાઈન કનેક્ટ થવાની કોશિશ કરી રહ્યા છે, એવામાં ઘણી એવી બાબતો સામે આવી આવતી હોય છે કે છે આપણે ક્યારેય સાંભળ્યું ન હોય. આવા મુદ્દા ચર્ચાના કારણે ઘણી વખત વિવાદ સર્જાઇ જતો હોય છે.


એવામાં કેટલાક ક્રિકેટરો તેમના સમયમાં પસંદગી કરો દ્વારા તેમના સાથે થયેલા અન્યાયની વાતો કરી અને ચર્ચામાં આવી રહ્યા છે.


આ બાબતમાં યુવરાજસિંહ અગાઉ ચર્ચા છેડાઈ ચૂક્યો છે ત્યારે સુરેશ રૈનાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.


સુરેશ રૈના એક મુલાકાતમાં પસંદગીકારોએ કરેલા અન્યાયનો મુદ્દો ઉપાડ્યો છે, તેણે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓને કોઇ પણ સમસ્યા હોય તો સામે ચાલીને મોઢા પર કહી દેવી જોઈએ.


2018 થી ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયેલા રૈનાએ જણાવ્યું હતું કે શા માટે તેને ટીમમાંથી બહાર કરી દેવાયો તે હજી સુધી સમજી શક્યા નથી, અને આ અંગે તેઓને સંતોષકારક કોઈ ખુલાસો મળ્યો નથી.


સુરેશ રૈના પુનરાગમન માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેને સિનિયર ખેલાડીઓ સાથે વાત નહીં કરવાની અને પસંદગીકારોની ખામી તરફ સંકેત કર્યા હતા.


રૈનાએ જણાવ્યું હતું કે સિનિયર ખેલાડી હંમેશા  સમર્થન કરતા આવ્યા છે ત્યારે દિલીપ વેંગસરકર અને કિરણ મોરે જેવા દિગ્ગજ ભૂતપૂર્વ ખેલાડીઓ  પસંદગીકારો હતા.


પસંદગીકારો જુનિયર અને સિનિયર ખેલાડીઓ સાથે વાતચીત કરતા હોય તેઓને સમસ્યા હોય તે જણાવી દેવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS