રાજકોટ: ઘરેથી મંદિર જવા નીકળી મહિલા પાણીમાં ગઈ તણાઈ, લાંબી શોધખોળ બાદ મળ્યો મૃતદેહ  

  • September 14, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા 48 દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જામનગર જિલ્લામાં ખુબ વરસાદ પડતા અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો હતો. જેમાં રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડતા શહેર અને તેના આસપાસના વિસ્તારમાં ભરચક પાણી ભરાય ગયા હતા. જેમાં એક 51 વર્ષની મહિલા પાણીમાં તણાય ગઈ હતી. 

 

કાલે ભારે વરસાદમાં પરસાણા નગરમાં શેરી નંબર 4માં રહેતા સીમાબેન રતનભાઈ મોટવાણી ઉંમર વર્ષ 51 ઘરેથી મંદિર જતા હતા. ભારે વરસાદના કારણે રસ્તા પર પગ લપસી પડતા તે તણાઈ ગયા હતા. ત્યાર બાદ કાલથી પરિવાર અને સ્થાનિક પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે. 

 

પોપટપરા વિસ્તારમાં સમશાન પાછળથી સીમાબેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ દ્વારા તેનો જાણ પહેચાન કરી તેના પતિ રતનભાઈને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે શહેર અને તેના આસપાસના વિસ્તારમાં આ ત્રીજો કેસ જોવા મળ્યો છે. આની પહેલા પણ આવા બે કેસ સામે આવ્યા હતા.   

 

કાલે કાલાવાડ રોડ પર લોધિકા નજીક છાપરા ફેક્ટરીએ જતી આઈ 20 કાર બેઠા પુલમાં તણાઈ ગઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર પાણીનું વહેણ વધારે હોવાથી સ્થાનિકોએ કારને પુલ પર ન ઉતારવા ચેતવ્યા હતા પરંતુ તેમ છતા કાર પસાર કરવા જતા કાર તણાઈ ગઈ હતી. કાર તણાયાના બીજા દિવસે કાર કીચડમાં ખુંચેલી મળી હતી. ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી અને કારમાંથી જ પેલિકન ફેક્ટ્રીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમનો ડ્રાઈવર હજુ પણ લાપતા છે.  


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS