વિરાટ કોહલીની બેટિંગ જોઈ ભારતના દિગ્ગજ ખેલાડીએ કહ્યું, 'કેપ્ટનની રમત બરાબર નથી'

  • August 16, 2021 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો. ફરી એક વખત વિરાટ કોહલીનો બલ્લો નિષ્ફળ ગયો છે. તેને બીજી ઇનિંગમાં માત્ર 20 રન જ બનાવ્યા હતા. ટેસ્ટના ચોથા દિવસે ભારતનો બીજો દાવ આવ્યો હતો. કે.એલ રાહુલ અને રોહિત શર્મા 27 રનમાં આઉટ થઈ ગયા હતા. આ પછી ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યા.

 

પ્રેક્ષકોને સંપૂર્ણ આશા આ બંને પર હતી. પરંતુ ટૂંક સમયમાં ભારતનો સ્કોર 27/2 થી 55/3 થઈ ગયો. સેમ કેરેને વિરાટ કોહલીની વિકેટ મેળવી. વિરાટ કોહલી ઓફ-સ્ટમ્પની બહાર જતા બોલને ફટકારવા ગયો અને જોસ બટલરના હાથે કેચ થઈ ગયો. 

 

આ કારણે તે ઘણી વાર આઉટ થયો 

 

ભારતીય કેપ્ટન છેલ્લા કેટલાક સમયથી આવી જ રીતે આઉટ થઈ રહ્યો છે. સેમ કેરેનનો બોલ ઓફ-સ્ટમ્પની બહારનો હતો. કોહલીએ તે બોલને રમવાનો પ્રયત્ન કર્યો. તે આવા બોલ રમવાની આદતને કારણે અગાઉ પણ આઉટ થઈ ચૂક્યો છે. જ્યારે કોહલી આ રીતે આઉટ થયો ત્યારે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને થયું કે કોહલીની આ રમત રમવાની રીત સાચી છે ખોટી.

 

ઇનિંગની શરૂઆતમાં કોહલી ઓફ સ્ટમ્પની બહારના બોલ વધુ રમતા  

 

ગાવસ્કરે કહ્યું કે, 'કોહલીએ ઓફ સ્ટમ્પની બહાર રમવાની મુવમેન્ટ સાથે 8 હજાર રન ટેસ્ટમાં બનાવ્યા છે. આવી જ રમત તે આજે રમતો હતો, અને ઇનિંગની શરૂઆત સારી રહી હતી. પરંતુ પછી કેપ્ટનનો પગ બીજે ક્યાંક છે અને બેટ બીજે ક્યાંક જોવા મળ્યું હતું. તેનો અર્થ એ છે કે તે યોગ્ય રીતે રમી રહ્યો નથી.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021