બોલિવૂડનો વર્સેટાઈલ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે. અભિનેતા પહેલીવાર પૌરાણિક ભૂમિકામાં જોવા મળશે. રણબીરની સાથે તેના ફેન્સ પણ આ પ્રોજેક્ટ માટે ઉત્સાહિત છે. રામાયણને લઈને અત્યાર સુધી ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. આ દરમિયાન હવે રામ અને સીતા તરીકે રણબીર કપૂર અને સાઈ પલ્લવીનો ફોટો સામે આવ્યો છે.
'રામાયણ'માંથી રણબીર કપૂર - સાઈ પલ્લવીનો પહેલો લુક જાહેર થયો છે. તેને 'રામ' અને 'સીતા' તરીકે જોઈને ચાહકો પાગલ થઈ ગયા છે.
નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર કપૂર અને સાઈ પલ્લવીની અદભૂત જોડી જોવા મળશે. બંને કલાકારોને 'રામ' અને 'સીતા'ની ભૂમિકામાં જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા અને હવે તેમની રાહ પૂરી થઈ છે.
રામાયણમાંથી રણબીર કપૂર - સાઈ પલ્લવીનો ફોટો લીક
'રામાયણ'ના સેટ પરથી રણબીર કપૂર અને સાઈ પલ્લવીની તસવીરો સામે આવી છે, જેને જોઈને ચાહકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે. મુંબઈમાં રામાયણના શૂટિંગ માટે ભવ્ય સેટ લગાવવામાં આવ્યો છે. અહીંથી જ રણબીર કપૂર અને સાઈ પલ્લવીના ફોટા વાયરલ થયા છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
સામે આવેલી તસવીરોમાં રણબીર કેસરી નહીં પણ જાંબલી અને મરૂન કલરના પોશાકમાં જોવા મળે છે. તેણે સોનાનો હાર અને બ્રેસલેટ પહેરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech