હાઈવે પર સ્ટંટ કરતા બે યુવાનો કઈ રીતે મોતને ભેટ્યા, જૂઓ...

  • March 12, 2020 11:51 AM 42613 views

 બાઈકર ગેંગનો વિડીયો થયો વાયરલ, રાત્રિના સમયે બાઈક રેસમાં કરતા બાઈકર્સનો હાઇવે પર સ્ટંટ, આ સ્ટંટ કરતી વખતે ૨ યુવાન મોતને ભેટ્યા, હાઈવે પર વાહનોની વચ્ચે ફુલ સ્પીડમાં બાઈક ચલાવી યુવાનો કરી રહ્યા હતા સ્ટંટ

આ ઘટના છે રાત્રિના સમયની.. હાઇવેપર સ્ટંટ કરતી વખતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનું કારણ યુવાનોની બાઈક રેસ છે. રેસર ગૃપના આઠ જેટલા યુવાનો હાઈવે પર વાહનોની વચ્ચે ફુલ સ્પીડમાં બાઈક ચલાવી સ્ટંટ કરી રહ્યા હતા. આ સ્ટંટ અને રેસનો કારમાં બેઠેલા યુવાનો વીડિયો પણ બનાવી રહ્યા હતા. જોકે, જોતજોતાંમાં જ એક બાઈક ચાલક બેલેન્સ ચુકી જાય છે અને હાઈવે પર સર્જાય છે મોતનું તાંડવ. બાઈક રેસ દરમિયાન 2 યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી અને વાયરલ થઈ હતી. જોકે આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ થઇ નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application