Pics : નાના દીકરા સાથે કરીના કપૂર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, સૈફ અને તૈમૂર જોવા મળ્યા સાથે

  • February 23, 2021 01:13 PM 1473 views

કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. હવે કરીનાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. કરીના તેના નાના દીકરા સાથે હોસ્પિટલથી ઘરે આવી ચુકી છે. કરીનાએ તેના બીજા દીકરાને જન્મ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આપ્યો હતો. 
 

બ્રીચ કૈંડી હોસ્પિટલમાંથી આજે કરીનાને રજા આપવામાં આવતા તેની સાથે સૈફ અલી ખાન અને મોટો દીકરો તૈમૂર પણ જોવા મળ્યો હતો. સાથે જ કરીનાના નાના દીકરાને તેની નૈનીએ તેડ્યો હતો. પરંતુ તેનો ચહેરો ઢાંકી દેવામાં આવ્યો હતો. તેમ છતાં કારમાંથી કરીનાના નાના દીકરાની એક ઝલક જોવા મળી હતી. કરીનાએ તેના બીજા દીકરાને જન્મ સી સેકશનથી આપ્યો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application