BREAKING NEWS

વાડીનાર: આધુનિક જહાજથી હાલારના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબુત થશે

  • June 23, 2026 04:54 PM 

વાડીનાર: આધુનિક જહાજથી હાલારના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબુત થશે

કોસ્ટગાર્ડને અપાયું: ૧,૫૦૦ નોટિકલ માઈલની ઓપરેશનલ સક્ષમતા: ૫૧.૪૩ મીટર લાંબુ અને ૩૨૦ ટન વિસ્થાપન ક્ષમતા ધરાવતું જહાજ

વાડીનાર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડના કાફલામાં નવીનતમ ઉમેરો કરતું અત્યાધુનિક જહાજ ’આઇસીજીએસ અચલ’ આવી પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ આઠ અદમ્ય-ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ ની પ્રતિષ્ઠિત શ્રેણીમાં ચોથું જહાજ છે.

હવેથી આ જહાજ કાયમી ધોરણે વાડીનાર ખાતે સ્થિત રહેશે અને ઈંઈૠજ વાડીનારના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્યરત થઈને ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને દરિયાકાંઠાની દેખરેખને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
ભારત સરકારના ’આત્મનિર્ભર ભારત’ અને ’મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ જહાજને સંપૂર્ણપણે સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભારતની વધતી જતી જહાજ નિર્માણ ક્ષમતાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

આશરે ૬૦ ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે નિર્મિત આ જહાજ દેશની સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા અને તકનીકી શ્રેષ્ઠતાનો જીવંત પુરાવો છે. ૫૧.૪૩ મીટર લાંબુ અને ૩૨૦ ટન વિસ્થાપન ક્ષમતા ધરાવતું આ જહાજ બે અત્યાધુનિક ૩૦૦૦ સઠ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે તેને મહત્તમ ૨૭ નોટ્સ સુધીની ઝડપે આગળ વધવામાં સક્ષમ બનાવે છે.

આ જહાજ આશરે ૧,૫૦૦ નોટિકલ માઈલની ઓપરેશનલ સક્ષમતા ધરાવે છે, જેના કારણે તે ભારતના દરિયાઈ વિસ્તારોમાં લાંબા સમય સુધી સતત તૈનાત રહી શકે છે. તે અત્યાધુનિક નેવિગેશન, કોમ્યુનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમ્સ તેમજ ઇન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ મશીનરી કંટ્રોલ સિસ્ટમ, સ્વદેશી રીતે વિકસિત કંટ્રોલેબલ પિચ પ્રોપેલર્સ અને ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ આધુનિક સિસ્ટમો જહાજની ઓપરેશનલ કાર્યક્ષમતા, પરિસ્થિતિગત જાગૃતિ, વિશ્વસનીયતા અને મિશનની તૈયારીઓમાં નોંધપાત્ર વધારો કરે છે. સંરક્ષણની દ્રષ્ટિએ આ જહાજ એક ૩૦ મીમી ઈછગ-૯૧ નેવલ ગન અને બે ૧૨.૭ મીમી સ્ટેબિલાઇઝ્ડ રિમોટ-કંટ્રોલ્ડ ગનથી સજ્જ છે, જેને એડવાન્સ ટાર્ગેટ એક્વિઝિશન અને ફાયર-કંટ્રોલ સિસ્ટમ્સ દ્વારા સમર્થન મળે છે.

વધુમાં, આ જહાજમાં હાઈ-સ્પીડ રિજિડ ઈન્ફ્લેટેબલ બોટ અને જેમિની બોટ પણ સામેલ છે, જે દરિયામાં બોર્ડિંગ કામગીરી કરવા, દરિયાઈ કાયદાનું અમલીકરણ કરવા અને શોધ તથા બચાવ પ્રવૃત્તિઓ દરમિયાન ત્વરિત પ્રતિભાવ આપવામાં મદદરૂપ સાબિત થશે.

કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય નં. ૧૫ દ્વારા કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) ના કમાન્ડરના ઓપરેશનલ કમાન્ડ હેઠળ કાર્યરત આ જહાજ ગુજરાત અને તેની નજીકના દરિયાઈ ઝોનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પાણીમાં ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application