કાશ્મીરમાં સુરક્ષાદળો આકરા પાણીએ, શોપિયામાં 4 આતંકીઓને માર્યા ઠાર

  • March 22, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે શોપિયા જિલ્લાના મુનિહાલ વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે અજ્ઞાત આતંકીઓ માર્યા ગયા છે.

 


જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીઓના જણાવ્યાં મુજબ શોપિયા ના મુનિહાલ વિસ્તારમાં રાતે લગભગ 2 વાગે અથડામણ શરૂ થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના જોઈન્ટ અભિયાનમાં 2 આતંકીઓ ઠાર થયા. હાલ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષાદળો સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે.

 


11 માર્ચ બાદથી અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને માર્યા છે. આ અગાઉ શોપિયામાં 13 માર્ચે રાતે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો હતો. માર્યા ગયેલા આતંકી પાસેથી એમ-4 કારબાઈન, 36 કારતૂસ, 9600 રૂપિયા અને કેટલીક આપત્તિજનક સામગ્રી મળી આવી હતી. તે પહેલા 11 માર્ચે અનંતનાગમાં 18 કલાક ચાલેલી અથડામણમાં જૈશના બે આતંકીઓ ઠાર થયા હતા અને તેમની પાસેથી એક 47 રાયફલ, પિસ્તોલ, ગ્રેનેડ તથા ગોળીઓ મળી આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS